કેમ ઘરનો ઉંબરો પૂજવામાં આવે છે? શું છે એની પાછળની માન્યતા

Astrology

ભારત દેશ ભક્તિમય દેશ છે. તેમાં વિવિધ ધર્મના લોકો રહેતા હોય છે અને તેમના ભગવાનની પૂજા કરતા હોય છે. પણ તમે એ જાણો છો દરેકના ઘરમાં ભગવાન તો અલગ અલગ હોય છે પણ એક પૂજા એવી છે જે ઘણા બધા લોકો કરતા હોય છે. આવીજ એક પૂજાની વાત કરીએ તો એ ઉંબરાની પૂજા છે. દરેક ઘરમાં નાનું મોટું મંદિર હોય છે અને તેમાં લોકો ભગવાનની શ્રદ્ધાથી પૂજા કરતા હોય છે.

પોતાના જીવનમાં આવેલા દુઃખ દર્દ દૂર કરવા ભગવાન જોડે વિંનતી કરે છે. પણ તમે કયારેય એ જાણવાની કોશિશ કરી છે કે ઉંબરાની પૂજા કરવાથી શું થાય અને તેનું મહત્વ શુ છે. ઘરનો ઉંબરો મર્યાદાનું પ્રતીક છે અને આપણા ઘરની લક્ષ્મણરેખા છે. ઉંબરો મનુષ્યના કર્મની નોંધ લે છે જેમકે ક્યાંથી આવ્યા છો અને તમે ક્યાં જવાના છો તેની સાક્ષી ઉંબરો પુરી પાડે છે. કઈ વ્યક્તિ કેવા ઈરાદા સાથે તમારા ઘરે આવે છે તેની સાક્ષી ઉંબરો પુરી પાડે છે તો કઈ રીતે આપણે ઉંબરાની પૂજા કરવાનું ભુલાય.

ઘરની સુરક્ષા અને ઘરના સદસ્યના કલ્યાણ માટે ઉંબરાનું પૂજન કરવું જરૂરી છે. ઘરના મુખ્ય દ્વારને શાસ્ત્રોમાં ઘરનું મુખ કહેવાય છે. જે ઘરમાં ઉંબરો ના હોય તો તે ઘર અપવિત્ર માનવામાં આવે છે. ઉંબરા વગરના ઘરમાં લક્ષ્મીજી વાસ હોતો નથી. એટલે જ દરેક ઘરમાં ઉંબરો હોવો જોઈએ. તમે લોકો જાણતા હશો કે ઉંબરામાં આસોપાલવનું તોરણ, ફૂલની માળા લગાવવામાં આવતી હોય છે. પૂજન કરવા માટે ઘરની બહેન, દીકરી, વહુ અને ગૃહ લક્ષ્મીએ કરવી જોઈએ. સવારે વહેલા ઉઠી ભગવાનની પૂજા કરી ઉંબરામાં સ્વસ્તિક કરી પ્રાર્થના કરવી કે કોઈ અનિચ્છિત શક્તિ અમારા ઘરમાં પ્રવેશે નહીં અને લક્ષ્મીજીનો વાસ થાય, ઉંબરામાં રહેલા દેવી દેવતાને વંદન કરીને પ્રાર્થના કરવી જોઈએ કે અમારા જીવનમાં રહેલા દુઃખો દૂર કરો અને સુખ સમૃદ્ધિથી ઘર ભરી દો. આ પૂજા કરવાથી નકારત્મક ઉર્જા સમાપ્ત થઇ જાય છે. એટલે જ મન્દીરની પૂજા સાથે ઉંબરાની પૂજા કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *