ઘર ઉપર આ વૃક્ષની છાયા કદી પડવી જોઈએ નહીં, ભયાનક દુઃખ ભોગવવું પડે છે.

Astrology

મિત્રો, વિશ્વકર્માજીએ વાસ્તુશાસ્ત્રની રચના સૃષ્ટિના નિર્માણ વખતે કરી હતી. વાસ્તુશાસ્ત્રના કેટલાક મહત્વપૂર્ણ નિયમોનુ પાલન કરીને મનુષ્ય પોતાનું જીવન સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે. મકાનનું નિર્માણ કરતી વખતે દિશાઓનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘણા પ્રકારના વાસ્તુદોષોનું વર્ણન કરવામાં આવ્યું છે જેનું અશુભ પરિણામ ઘરમાં રહેવા વાળા લોકો પર પડે છે. આજે આપણે ઘર ઉપર પડછાયો પડવાથી જે વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે તેના વિશે જાણીએ. જ્યારે કોઈ વસ્તુ કે વૃક્ષ પ્રકાશ અને વાયુના માર્ગમાં રુકાવટ કરે તેને વેધ કહેવાય છે.

ઘરની સામે રહેલો થાંભલો, પાણીનું ખાબોચિયું, વૃક્ષ, કોઈ ઊંચી બિલ્ડીંગ, મંદિર આ વસ્તુઓ પણ વાસ્તુ દોષ ઉત્પન્ન કરી શકે છે જો તે ખોટી દિશામાં હોય. સૌથી પહેલા આપણે દ્વાર વેધ વિશે જાણીશું. જો ઘરના મુખ્ય દરવાજાની સામે કોઈ વૃક્ષ હોય તો તે એક પ્રકારનો વેધ ઉત્પન્ન કરે છે. ઘરના મુખ્ય દરવાજાની સામે કોઈ વૃક્ષ હોવું ન જોઈએ. તેના કારણે ઘરમાં રહેવા વાળા સદસ્યોને સદા મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મુખ્ય દરવાજાની સામે કુવો, હેન્ડ પંપ અને પાણીની ટાંકી પણ ન હોવી જોઈએ. તેનાથી ઘરના સભ્યોનું માનસિક સંતુલન ખરાબ થઈ શકે છે.

બીજો વાસ્તુદોષ સ્વર વેધ છે. ઘરનો દરવાજો ખોલતા અને બંધ કરતા કર્કશ અવાજ ઉત્પન્ન થવું જોઈએ. આવું થવાથી ઘરમાં કારણ વગર કલેશનું વાતાવરણ ઉત્પન્ન થઇ શકે છે અરે પરિવારના સભ્યોમાં વારંવાર ઝઘડા થવા લાગે છે. ત્રીજો વાસ્તુદોષ છીદ્રવેધ છે. ઘરની કોઈપણ દિવાલ ઉપર નાનકડું પણ છીદ્ર ન હોવું જોઈએ તેનાથી ઘરમાં ખરાબ શક્તિઓ પ્રવેશી શકે છે અને ઘરમાં રોગ અને ધનની હાનિ થાય છે.

ચોથો વાસ્તુદોષ વૃક્ષવેધ છે. આમ તો વૃક્ષો પર્યાવરણ અને આપણા માટે ખુબ જ ઉપયોગી છે પરંતુ તેનું ખોટી જગ્યાએ હોવું તે નુકશાન કારક સાબિત થઈ શકે છે. જો ઘરની સામે પલાસનું વૃક્ષ હોય અને તેની છાયા ઘર ઉપર પડતી હોય તો ઘરનો માલિક સદા પરાજિત થાય છે. જે ઘરની ઉપર આમલીના વૃક્ષની છાયા પડતી હોય તો કરના સ્વામીની નાની ઉંમરે મૃત્યુ થઈ જાય છે. ઘરની સામે પીપળાનું વૃક્ષ હોય અને તેની છાયા જો ઘર પર પડતી હોય તો તેનો ઘરનો માલિક કોઈપણ કાર્ય સારી રીતે કરી શકતો નથી. પીપળાનું અને ચંદનનું વૃક્ષ ઘરની સામે લગાવી શકાય છે પરંતુ તે ઘરના મુખ્ય દરવાજાની સામે ન હોવું જોઈએ. વડના વૃક્ષની છાયા પણ ઘર ઉપર પડવી જોઈએ નહીં. તેનાથી ઘરમાં ખરાબ શક્તિઓ આશ્રય લઇ શકે છે. આ વૃક્ષોની છાયા ઘર ઉપર પડવાથી ઘરમાં આર્થિક તંગી ઉત્પન્ન થવા લાગે છે. આ હતા કેટલાક વૃક્ષો જે આપણા ઘરના મુખ્ય દરવાજાની સામે ન હોવા જોઇએ અને તેનો પડછાયો આપણા ઘર ઉપર ન પડવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *