જો તમે સ્મશાનયાત્રામાં જાઓ છો તો થઈ જજો સાવધાન, અર્થીને કાંધ આપનાર જરૂર વાંચજો

Astrology

મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે મિત્રોની સાથે તેના દુશ્મન પણ આવી જતા હોય છે. આપણા ધર્મગ્રંથોમાં અર્થીને કાંધ આપવા વાળા લોકોને કેટલીક સાવધાની રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે. પરંતુ આ બાબતે મોટાભાગના લોકોને કોઈ જાણકારી નથી. હિન્દુ ધર્મ શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ સ્મશાનયાત્રામાં જાય છે અને અર્થીને કાંધ આપે છે તો તે ખૂબ જ શુભ કાર્ય માનવામાં આવે છે. આ કાર્ય તેના પુણ્યમાં વધારો કરે છે. અર્થીને કાંધ આપવાથી કરેલા પાપનો નાશ થઈ જાય છે. કારણ કે તે વખતે આ સંસાર છોડીને જઈ રહેલ મૃત આત્મા અભિવાદન કરનાર વ્યક્તિના તન મનથી બધા સંતાપો હરીને પોતાની સાથે લઈ જાય છે.

અર્થીને કાંધ આપતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો મૃત વ્યક્તિ કોઈ બ્રાહ્મણ હોય કે જેને તમે કાંધ આપી રહ્યા છો તો તમને એક ડગલું ચાલવા માત્રથી એક યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે. જે વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કરતો હોય તે વ્યક્તિ કોઈપણ અર્થીને કાંધ નથી આપી શકતો કે સ્મશાનયાત્રામાં સામેલ પણ નથી થઈ શકતો. બ્રહ્મચર્યનું પાલન કરતો વ્યક્તિ ફક્ત તેના માતા-પિતા અને ગુરુની અર્થી ને જ કાંધ આપી શકે છે. સ્મશાનમાં પ્રવેશ કરવાવાળા કોઈપણ વ્યક્તિએ હસી મજાક કરવું જોઈએ નહીં. આવું કરનાર મૃત આત્મા નું દિલ દુભાવે છે. એટલા માટે સ્મશાન ઘાટમાં વાતચીત કે મજાક મશ્કરી કરવાથી બચવું જોઈએ.

સ્મશાન યાત્રામાં સામેલ થવા વાળા વ્યક્તિઓએ અંતિમ સંસ્કાર પછી પાછળ જોયા વિના કોઈ નદી કે તળાવમાં વસ્ત્ર સહિત સ્નાન કરવું જોઈએ અને મૃત વ્યક્તિના નામથી જળ અર્પણ કરવું જોઈએ અને કાંઈ પણ બોલ્યા વગર ઘરની તરફ ચાલ્યા જવું જોઈએ. એ વાતનું ખાસ ખ્યાલ રાખવું જોઈએ કે ક્યારે પણ ચાલો એ શબ્દનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. જો તમે સ્મશાનમાંથી પાછા આવતી વખતે ચાલો શબ્દનો પ્રયોગ કરો છો ત્યારે મૃતક વ્યક્તિ પ્રેત બનીને તમારી સાથે આવી શકે છે. અગ્નિસંસ્કાર કરીને આવેલા વ્યક્તિએ ઘરે પહોંચીને લીમડાનું દાતણ કરવું જોઈએ.

સ્મશાન યાત્રામાં ભાગ લેનાર વ્યક્તિઓએ એક દિવસનો, સૌને સ્પર્શ કરનારને ત્રણ દિવસનો અને અર્થીને કાંધ આપનારને લગભગ આઠ દિવસનો સૂચક પાળવું જોઈએ. સુતક દરમિયાન મંદિર અને ધાર્મિક કાર્યોમાં ભાગીદાર થવા અને સાધુઓને દાન આપવાની મનાઈ હોય છે. હિન્દુ ધર્મમાં જ્યારે કોઈ મૃત વ્યક્તિનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે તેની ચિતાની પરિક્રમા કરવામાં આવે છે. પરિક્રમા દરમિયાન માટીના વાસણમાં પાણી ભરીને માટલી માં છેદ કરવામાં આવે છે અને અંતમાં તે માટલી તોડી નાખવામાં આવે છે. પરિક્રમા એ મૃત વ્યક્તિ માટે તમારા આદર નું પ્રતીક છે. પરિક્રમા એ માનવ શરીર આ સંસારરૂપી આ ફેરામાંથી છુટકારો મેળવવાનું સૂચવે છે. જ્યારે ઘડો તોડવાનું કાર્ય સૂચવે છે કે શરીરનો મુખભંગ થયો છે. જો તમે પણ કોઈની અંતિમયાત્રામાં જતા હોય તો આટલી બાબતોનો અવશ્ય ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *