આવી સ્ત્રીના નજીક જવું પણ હોય છે મહાપાપ

Astrology

મિત્રો, આ સંસારમાં જો કોઈ સૌથી પવિત્ર હોય તો તે સ્ત્રી છે. સ્ત્રી વગર પુરુષના અસ્તિત્વની કલ્પના પણ કરી શકાતી નથી. સ્ત્રી પોતાની પવિત્રતા અને સારા આચરણ દ્વારા ઘરને સ્વર્ગ બનાવવાનું કાર્ય કરે છે પરંતુ જેમ એક સિક્કાની બે બાજુઓ હોય છે તેવી રીતે કેટલીક સ્ત્રીઓ એવી પણ હોય છે જે પોતે જ પોતાનો અને પોતાના પરિવારનો વિનાશ કરી દે છે. શાસ્ત્રોમાં એવી કેટલીક સ્ત્રીઓ વિશે વાત કરેલી છે જેની સાથે કોઈપણ પુરુષે કદી પણ સંબંધ રાખવો જોઈએ નહીં. આવી સ્ત્રીઓ સાથે સંબંધ રાખનાર પુરુષ પાપનો ભાગીદાર બને છે.

શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ભલે ગમે તેવી પરિસ્થિતિ ન હોય પુરુષોએ આવી સ્ત્રીઓ સાથે ભૂલથી પણ સંબંધ ન બનાવવો જોઈએ. શાસ્ત્રોમાં સ્પષ્ટરૂપથી કહેવામાં આવ્યું છે કે કોઈપણ પુરુષે કોઈપણ કુવારી છોકરી સાથે તેની મરજીથી અથવા તો તેની મરજી વગર શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ. જો કોઈ પુરુષ આ પ્રકારનું કામ કરે છે તો તે મહા પાપની શ્રેણીમાં આવે છે. આ પાપના પ્રાયશ્ચિત રૂપે તે પુરુષે તે કુમારી છોકરી સાથે લગ્ન કરી લેવા જોઈએ.

શાસ્ત્રોમાં એ પણ જણાવ્યું છે કે કોઈપણ પુરુષે એવી કોઈ પણ સ્ત્રી સાથે શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ જેનો પતિ મરી ગયો હોય. એટલે કે કોઈપણ પુરુષે કોઈ વિધવા સ્ત્રી સાથે ભૂલથી પણ પણ શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ. જ્યાં સુધી તે વિધવા મહિનાના પુનઃવિવાહ ના થઈ જાય ત્યાં સુધી તે વિધવા સ્ત્રી સાથે શારીરિક સંબંધ બનાવવો મહાપાપ ગણાય છે. જે સ્ત્રી બ્રહ્મચર્ય વ્રત નિભાવતી હોય તેવી સ્ત્રી સાથે પણ શારીરિક સંબંધ બનાવો મહાપાપની શ્રેણીમાં આવે છે. જો તે સ્ત્રી પોતાની મરજીથી બ્રહ્મચર્ય વ્રત તોડવા માગતી હોય તો જ તેની સાથે શારીરિક સંબંધ બનાવી શકાય છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *