એક મૃત્યુ પામેલ પત્નીએ પોતાના પતિને આપેલી આ ૧૦ શિખામણ કાળજુ કઠણ રાખીને દરેક પતિ પત્ની અવશ્ય વાંચજો

Astrology

મિત્રો, સમાજમાં તમારી પાસે પત્ની છે એટલા માટે જ આ સમાજમાં તમારી કિંમત છે અને એટલા માટે જ પત્નીને અર્ધાંગિની કહેવામાં આવે છે. આ દુનિયામાં પુરુષ રાજાની જેમ માથું ઊંચું કરીને ફરે છે તેનું એક જ છે કારણ તમારી પત્ની છે. આપણા સુખે સુખી થનારી અને આપણા દુઃખે દુઃખી થનારી પત્ની જ્યારે આ દુનિયામાં નહીં હોય ત્યારે તમારો ભાવ પૂછનારુ કોઈ નહીં હોય. એક પુરુષની પત્નીનું જ્યારે અચાનક મૃત્યુ થઈ જાય છે ત્યારે ઘરમાં બાળકોની રોકકડ ચાલતી હોય, પત્નીનો પાર્થિવ દેહ બહાર જ્યારે અંતિમ દર્શન માટે મુકેલો હતો ત્યારે તેનો પતિ એક ખૂણામાં બેસીને આંસુ સાળતો હતો એવામાં જ તેની પત્નીનો આત્મા સ્મશાનમાં જતા જતા તેના પતિને કેટલીક શિખામણ આપે છે. કાળજુ કઠણ રાખીને આ શબ્દોને વાંચજો.

પત્ની એના પતિને કહે છે કે ચોરીના ચાર ફેરા જ્યારે આપણે બંને સાથે ફરેલા અને સાથે જીવવા મરવાના વચન આપેલા પરંતુ મને ખબર ન હતી કે આમ એકા એક વિખુટા થવું પડશે, ચાલો હું જાઉં છું….

મને ખબર છે તમને ડાયાબિટીસ અને બીપી બંને છે એટલે ગળ્યું ખાવાનું ઓછું કરી દેજો કારણ કે હવે તમારા હાથમાં જે મીઠાઈની ડીશ હશે તેને બળજબરીથી ઝૂંટવી લેનારું હવે તમારી પાસે કોઈ નહીં હોય માટે ધ્યાન રાખજો ચાલો હું જાઉં છું…

સવારે વહેલા ઊઠીને તમારી દવા લેવાનું ભૂલતા નહીં. અને કદાચ ચા મોડી મળે તો વહુ પર ગુસ્સો કરતા નહીં કારણ કે હવે હું નથી એવું સમજીને જીવજો, ચાલો હું જાઉં છું…

છોકરો અને વહુ ગુસ્સો શણકા કરે તો જરાય ગુસ્સે થતા નહીં, તે ગુસ્સાને ચૂપચાપ સાંભળી લેજો કારણકે એ ગુસ્સાને ગળી જનારી હું હવે તમારી સાથે નથી, ચાલો હું જાઉં છું

મારો રૂમાલ ક્યાં છે, મારી ચાવી ક્યાં છે એવી ખોટી બૂમો હવે પાડતા નહીં. બધું જ વ્યવસ્થિત મૂકવાનું અને યાદ રાખવાની ટેવ પાડી લેજો અને જો યાદ ના આવે તો સામેથી યાદ કરાવજો. વહુ જે જમવાનું આપે તે શાંતિથી જમી લેજો. મને ખબર છે કે મારી ગેરહાજરી તમને મૂંઝવશે. પણ શું કરું ચાલો હું જાઉં છું..

ઘડપણમાં લાકડી લેવાનું ભૂલતા નહીં, અંધારામાં ધીમે ધીમે ડગલા માંડજો, પડશો ને હાથ પગ ભાગશે તો તમારી સેવા કરવા વાળું કોઈ નહીં હોય માટે સાચવીને ચાલજો, ચાલો હું જાઉં છું…

સુતા પહેલા વહુ પાસે વેરાસર પાણીનો લોટો માગી લેજો અને રાત્રે કદાચ ઊઠવું પડે તો અંધારામાં અથડાતા નહીં. જરા સાચવજો, ચાલો હું જાઉં છું..

ઉઠો હવે સવાર થઈ એવું કહીને ઉઠાડવા વાળુ કોઈ નહીં હોય માટે વેરાસર તમારી જાતે ઉઠી જજો અને કોઈ તમને ઉઠાડવા આવશે એની રાહ ભૂલે ચૂકે પણ જોતા નહીં અને જાતે ઊઠવાનું શીખી જજો, ચાલો હું જાઉં છું…

પરણ્યા પછી સુખ દુઃખ વેઠીને આપણે બંને સાથે રહ્યા અને લીલી વાડી બનાવી અને એ વાડીમાં ઉગેલા ફૂલડાની ફોરમ મળે કે ન મળે તેની કોઈ આશા રાખતા નહીં, ચાલો હું જાઉં છું…

છેલ્લે પત્ની કહે છે કે મેં જિંદગીમાં એક વાત તમારાથી છુપાવી છે, બની શકે તો મને માફ કરજો. તમે આખી જિંદગી મને ઘર ખર્ચા માટે જે રૂપિયા આપતા હતા તેમાંથી પૈસો પૈસો બચાવીને મેં રીકરીંગ ખાતું ખોલાવ્યું છે. આપણા ગામની બેંકમાં મારા એક લાખ રૂપિયા જમા છે. આ એક લાખમાંથી પચ્ચીસ હજાર દીકરીને આપજો પચ્ચીસ હજાર વહુને આપજો અને પચાસ હજાર તમારી પાસે રાખજો કારણકે ઘડપણમાં તમારી કામ આવશે. કોઈ મંદિરમાં દાન આપીને મારી તકતી ક્યારે ન લગાવતા કારણકે મેં તો આખી જિંદગી તમને જ ભગવાન માન્યા છે. ચાલો હું જાઉં છું..

એક પત્નીએ મૃત્યુ પછી તેના પતિને કરેલી આ વાત જો તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો દુનિયાના દરેક પતિ સુધી આ વાતને અવશ્ય પહોંચાડજો જેથી દુનિયાના દરેક પતિ તેની જિંદગીમાં પત્ની નું શું મહત્વ છે તે પત્નીના જીવતા જ સમજી જાય. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *