મિત્રો, આપણે જાણીએ જ છીએ કે મૃત્યુ એક સનાતન સત્ય છે. પછી ભલે તે મનુષ્ય હોય કે કોઈ પણ પ્રાણી જે પણ જીવ આ મૃત્યુલોકમાં જન્મ લે છે તેનું મૃત્યુ એકના એક દિવસ અવશ્ય થવાનું જ છે. આપણે ઘણીવાર રસ્તામાં ક્યાંક જતા હોઈએ છીએ ત્યારે સ્મશાનયાત્રા જોવા મળે છે. એવી માન્યતા છે કે જ્યારે પણ આપણને સ્મશાનયાત્રા જોવા મળે ત્યારે તેને પ્રણામ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.
એવું કહેવાય છે કે જ્યારે પણ રસ્તામાં સ્મશાનયાત્રા જોવા મળે ત્યારે જ્યાં છો ત્યાં ઊભા રહેવું જોઈએ અને બે હાથ જોડીને પ્રણામ કરવા જોઈએ આવું કરવાથી તમારો દિવસ સારો જાય છે. જો તમે કોઈ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યા હોય અને રસ્તામાં તમને સ્મશાનયાત્રા જોવા મળી જાય ત્યારે મૃતકને મનથી પ્રણામ કરવા જોઈએ આવું કરવાથી આપણું શુભ કાર્ય નિર્વિઘ્ને પાર પડી જાય છે.
જ્યારે પણ રસ્તામાં સ્મશાનયાત્રા જોવા મળે ત્યારે, “શિવ શિવ” ના મંત્રનો જાપ કરવો જોઈએ. આ બે શબ્દ તમને શાંતિ અને શુભતા અનુભવ કરાવે છે. શાસ્ત્રોમાં કહેવાય છે આ કે મૃતક વ્યક્તિની પ્રશંસા કરનાર વ્યક્તિના દુઃખ વ્યથા અને અશુભ લક્ષણો તેની સાથે લઈ જાય છે. રસ્તામાં સ્મશાનયાત્રા જોતાં તમામ કાર્યો બંધ કરીને મૃત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ. આવા સમયે જો શિવના નામનો જાપ કરવામાં આવે તો પુણ્ય મળે છે.
રસ્તામાં સ્મશાનયાત્રા દેખાઈ જાય ટુ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન પુણ્ય કરવું જોઈએ આમ કરવાથી તમારા અટકેલા કાર્યો પૂર્ણ થઇ જશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર અંતિમ સંસ્કારને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે અંતિમ સંસ્કારમાં સામેલ તમામ લોકોની વેદનાનું સમાધાન થઇ જાય છે. અમુક લોકો એવું માનતા હોય છે કે સ્મશાન યાત્રા દેખાઈ જાય તો અપશુકન થાય છે પરંતુ એવું બિલકુલ હોતું નથી. કોઈપણ વ્યક્તિ ની સ્મશાન યાત્રા અને અત્યંત શુભ માનવામાં આવે છે. સ્મશાન યાત્રા દેખાય એ વખતે તમારી કોઈ પણ ઈચ્છા તમે માંગી શકો છો અને તે પૂર્ણ થાય છે. હર હર મહાદેવ.