તુલસીને જળ આપતી વખતે બોલી દો આ મંત્ર, પૈસાનો વરસાદ થશે

Astrology

મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસી માતાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. તુલસીમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે અને જ્યાં ભગવાન વિષ્ણુ હોય ત્યાં માતા લક્ષ્મી અવશ્ય નિવાસ કરે છે. એટલા માટે દરેક ઘરમાં બીજો કોઈ છોડ હોય કે ન હોય પરંતુ તુલસીનો છોડ અવશ્ય હોય છે. ઘરમાં લીલો છમ તુલસીનો છોડ ઘરની સમૃદ્ધિનું પ્રતીક હોય છે. જે ઘરમાં નિયમપૂર્વક તુલસીની પૂજા થતી હોય તે ઘર પર દેવી-દેવતાઓના આશીર્વાદ અવશ્ય હોય છે. જે ઘરમાં તુલસીની પૂજા થતી હોય તે ઘરમાં કદી પણ કોઈનું અકાલ મૃત્યુ આવતું નથી.

જે જગ્યા પર તુલસીનો છોડ હોય તે જગ્યા પૂજનીય બની જાય છે અને ત્યાં કોઈ બીમારી કે મૃત્યુના દેવતા યમરાજ નથી આવી શકતા. તુલસીનું મૂળ ગંગાજળથી ધોઈને તેનું પૂજન કરીને તેના મૂળને પીળા કપડામાં બાંધી દેવું. અને પીળા કપડામાં બાંધેલું આ મૂળ તમારી ઘરની તિજોરીમાં રાખી દો. તુલસીના મૂળને પીળા કપડામાં બાંધતી વખતે આ મંત્રનુ ઉચ્ચારણ કરવું. આ મંત્ર સમૃદ્ધિ માટેનું વરદાન છે. આ મંત્ર બોલવાથી ઘરની સમૃદ્ધિ 1000 ગણી વધારે વધી જશે, ઘરને રોગ,શોક,બીમારી માંથી છુટકારો મળશે.

“ૐ તુલસી માતાય નમઃ
તુલસી માતાનો આ મંત્ર તુલસી પૂજન કરતી વખતે બોલવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓમાંથી તમને છુટકારો મળી જશે. ઘરમાં ધન વૈભવ સ્થાયી રૂપથી નિવાસ કરશે. ઘરમાં કોઈ ખરાબ શક્તિ પ્રવેશ કરી શકશે નહીં. તુલસી માતાને જળ ચડાવતી વખતે આ મંત્ર બોલવાથી તમે તમારા પરિવારને અને તમે પોતે હંમેશા માટે ખુશ રહી શકશો. આ મંત્ર નિયમિત તુલસી માતા ને જળ આપતી વખતે બોલવાથી ઘરની આવકમાં એટલો બધો વધારો થશે કે તમે કલ્પના પણ નહીં કરી શકો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *