પત્નીના પહેલા પતિ કેમ મરી જાય છે? ગીતામાં શ્રીકૃષ્ણએ આપ્યો છે જવાબ

Astrology

મિત્રો, ગરુડ પુરાણમાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે પત્નીના કેટલાક ખોટા કામોને કારણે પતિનું મૃત્યુ વહેલા થઈ જાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પતિ પત્ની એકબીજાના પૂરક હોય છે. શાસ્ત્રો મુજબ કોઈપણ વ્યક્તિનું જીવન ત્યાં સુધી અધૂરું ગણાય છે જ્યાં સુધી તેને તેનો જીવનસાથી ન મળી જાય. શાસ્ત્રોમાં પત્નીને અર્ધાંગિની દેવીના રૂપમાં પૂજવામાં આવે છે. શાસ્ત્રોમાં ઘણા એવા કામો વિશે કહેવામાં આવ્યું છે જેને કોઈપણ પત્ની કરે છે તો તેના પતિની ઉંમર વધે છે પરંતુ કેટલાક એવા કામો વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને જો પત્ની કરે છે તો તેના પતિનું આયુષ્ય ઓછું થવા લાગે છે.

ગરુડ પુરાણમાં ત્રણ એવા કાર્યો વિશે કહેવામાં આવ્યું છે જેના કારણે પત્ની પહેલા પતિનું મૃત્યુ થઈ જાય છે. જો કોઈ ઘરની સ્ત્રી આ ત્રણ કામ કરે છે તો તેના પતિનું આયુષ્ય ઓછું થવા લાગે છે. જ્યારે કોઈ સ્ત્રી કરવા ચોથ, વટ સાવિત્રી કે પતિ માટે કોઈપણ વ્રત રાખે ત્યારે ઉપવાસ વખતે તે સ્ત્રી સંતાઈને ભોજન કરે છે તો તે ખૂબ જ મોટું પાપ ગણવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ સ્ત્રી ગુપ્ત રૂપથી પોતાનું વ્રત તોડી દે છે તો તેની સજા તેના પતિને મળે છે અને તેના પતિની ઉંમર ઓછી થઈ જાય છે.

જો કોઈ સ્ત્રી વારંવાર પતિને અપશબ્દો બોલે તથા પતિ સામે હંમેશા જૂઠું બોલે અને વારંવાર ઝઘડા કરે તથા પતિની જુઠ્ઠી સોગંદ ખાતી હોય તેવી સ્ત્રીના પતિનું મૃત્યુ પહેલા થઈ જાય છે. પતિની ખોટી સોગંદ ખાવી તે મોટું પાપ માનવામાં આવે છે. પત્નીના આવા કામને લીધે તેના પતિનું આયુષ્ય ઓછું થઈ જાય છે. જે સ્ત્રી પતિની ખોટી સોગંદ ખાય છે, પતિનો અનાદર કરે છે, પતિને થપ્પડ મારે છે તેનો પતિ હંમેશા તેના કરતાં વહેલા મરી જાય છે. શાસ્ત્રોમાં પતિને પરમેશ્વરનું રૂપ આપવામાં આવ્યું છે. જ્યારે કોઈપણ પુરુષની પત્ની આવા કામ કરે છે ત્યારે નિશ્ચિત રૂપથી પત્ની પહેલા પતિનું મૃત્યુ થઈ જાય છે. ગુરૂવારના દિવસે કોઈપણ સ્ત્રીએ વાળ ધોવા જોઈએ નહીં અન્યથા તેના પતિને ઉંમર ઓછી થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર આ બધા કારણોને લીધે પત્ની પહેલા પતિનું મૃત્યુ થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *