ઘરમાં આ પાંચ વસ્તુ હોવાથી ગરીબી ઘરમાં ઘુસી ભી નહીં શકે

Astrology

મિત્રો આજે અમે તમને એવી પાંચ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ઘરમાં રાખવાથી ઘરમાં રહેલી ગરીબી ચાલી જાય છે. ગરીબી અને દરિદ્રતા હંમેશા ઘરથી દૂર રહે છે.

મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં વાસ્તુદોષને એક મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. જે ઘરમાં વાસ્તુદોષ હોય છે તે ઘરમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. વાસ્તુદોષના કારણે ગરીબી આવી, પૈસાનું જલ્દીથી ખતમ થઈ જવું તે ખૂબ જ સામાન્ય સમસ્યા છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવી છે. તે વસ્તુને ઘરમાં રાખવાથી તમારે કોઈ દિવસ આર્થિક તંગીનો સામનો કરવો પડશે નહીં. આ વસ્તુને ઘરમાં રાખવાથી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો વાસ બની રહે છે.

ગણેશજીની મૂર્તિ
મિત્રો ગણેશજીને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. ઘરમાં જ્યારે પણ કોઈ નવું કાર્ય શરૂ કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ગણેશજીને બધા વિજ્ઞો હરવા વાળા દેવ માનવામાં આવે છે અને ગણેશજી પ્રથમ પૂજ્ય દેવ છે. એવું કહેવામાં આવે છે કે સૌપ્રથમ ગણેશ વંદના કરવાથી કોઈપણ કામ બગડતું નથી અને તેમાં ફાયદો જ હોય છે. તેથી આપણે ઘરમાં હંમેશા ગણેશજીની એક મૂર્તિ રાખવી જોઈએ. આ મૂર્તિને ઘરમાં બિરાજીત કરતા સમયે એ વાતનું વિશેષ ધ્યાન રાખો ગણેશજી એવી જગ્યાએ રાખેલા હોય કે તેમની દ્રષ્ટિ ઘરના મુખ્ય દરવાજા પર પડે. આવું કરવાથી ઘરમાં લક્ષ્મીજી જલ્દી આવે છે અને ઘરમાં કોઈ દિવસ ધનની કમી થતી નથી.

વાંસળી
મિત્રો ઘરમાં વાસળી રાખવી શુભ માનવામાં આવે છે. ઘરમાં વાસળી રાખવાથી ઘરના બધા વાસ્તુદોષ દૂર થઈ જાય છે. મિત્રો વાસળી એ ભગવાન શ્રીકૃષ્ણની સૌથી પ્રિયતમ વસ્તુઓ માની એક છે. મિત્રો જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ ખૂબ જ ખુશ હુતા એ સમયે વાસળી ને જરૂર વગાડતા. તેથી વાંસળીની વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં વાસળી રાખવાથી ધનની કમી કોઈ દિવસ થતી નથી. એવું કહેવામાં આવે છે કે લક્ષ્મીજીની ચાંદીની વાંસળી ખૂબ જ પ્રિય છે. તેથી જે ઘરમાં વાસળી હોય છે ત્યાં માતા લક્ષ્મી દોડી જાય છે.

શંખ
દરેક ઘરમાં પૂજા ઘરમાં એક શંખ અવશ્ય હોવું જોઈએ. શંખ ઘરના વાસ્તુદોષને દૂર કરવાનું કામ કરે છે. શંખને સવારે અને સંધ્યાના સમયે વગાડવાથી ઘરનો હવા શુદ્ધ અને સકારાત્મક બને છે. મિત્રો શંખની ધ્વની થી ઘરની દરેક નકારાત્મક ઉર્જા દૂર જતી રહે છે. મિત્રો શંખ ખરીદતા સમયે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે શંખ દક્ષિણાવર્તી જ હોય કારણ કે દક્ષિણાવર્તી શંખ લક્ષ્મી માતાના પ્રિય હોય છે.

લક્ષ્મીજી અને કુબેરજી ની પ્રતિમા
મિત્રો દરેક ઘરમાં માતા લક્ષ્મીની મૂર્તિ હોય જ છે પરંતુ મિત્રો ખાસ વાત એ છે કે ઘણા ઘરોમાં લક્ષ્મી માની મૂર્તિની સાથે કુબેર દેવ બિરાજમાન હોતા નથી. મિત્રો દરેક ઘરમાં એક તસવીર એવી પણ હોવી જોઈએ જેમાં માતા લક્ષ્મી અને કુબેરજી સાથે બિરાજમાન હોય. કુબેર મહારાજ ઉત્તર દિશાના સ્વામી છે અને તેમને હંમેશા ઉત્તર દિશામાં જ રાખવા જોઈએ. કુબેરજી ની મૂર્તિ ઘરમાં રાખવાથી તે ધન આગમન ના નવા દરવાજા ખોલી દે છે.

માછલી
મિત્રો ઘરમાં માછલી રાખવાથી ઘણા પ્રકારના વાસ્તુદોષ દૂર થઈ જાય છે. એવું કહેવાય છે કે ઘર અને ઓફિસમાં માછલી રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને ત્યાં કોઈને આર્થિક તંગી નો સામનો કરવો પડતો નથી. માછલીઘર ઘરે રાખતા સમયે એ વાતનું ધ્યાન રાખો કે તેના અંદર નવ માછલીઓ હોવી જોઈએ અને ઘરના એક જ વ્યક્તિએ તેની હંમેશા ખાવાનું ખવડાવવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *