શું લગ્ન કરેલા માણસો બ્રહ્મચર્યનું પાલન કરી શકે?

Astrology

મિત્રો બ્રહ્મચર્ય આપણા દેશ અને હિન્દુ ધર્મની પરંપરા રહી છે. જેને હંમેશા પુરુષ અને સહવાસ સાથે જોડીને દેખવામાં આવે છે પરંતુ મિત્રો તમે જાણો છો કે સ્ત્રી હોય કે પુરુષ બંને બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે અને તમને આશ્ચર્ય થશે કે બ્રહ્મચર્ય ત્યારે પણ પાડી શકાય છે જ્યારે તમે વિવાહિત છો. વિવાહિત હોવા છતાં કઈ રીતે બ્રહ્મચર્યનું પાલન કરી શકાય છે.

મિત્રો બધા લોકોનું એવું માનવું છે કે વિવાહ ન કરવા એ જ બ્રહ્મચર્ય છે પરંતુ આપણા શાસ્ત્રોમાં એ વાતનો ઉલ્લેખ મળે છે કે એક સાચો બ્રહ્મચારી એ જ છે જે જે પોતાની શાંતિ અને આનંદ માટે કોઈ બીજા પણ નિર્ભર રહેતો નથી. બ્રહ્મચર્ય નો અર્થ એ છે કે આપણે આપણા અંદરની ઉર્જા ને એવી વ્યવસ્થિત કરવાની કોશિશ કરે કે ખુશી પ્રેમ અને દરેક એ વસ્તુ જેની આપણને જરૂરત હોય તે બધું આપણને આપણા અંદરથી જ મળી જાય. તમને એ પણ થશે કે કોઈ ગ્રહસ્થ જીવન જીવવા છતાં બ્રહ્મચર્યનું પાલન કઈ રીતે કરી શકે.

હા એ સંભવ છે કે ગ્રહસ્થ જીવન હોવા છતાં તમે બ્રહ્મચર્યનું પાલન કરી શકો છો કારણ કે બ્રહ્મચર્યનું લોકો એવો અર્થ કરે છે કે કોઈ સ્ત્રી અને પુરુષ બંનેને સંબંધ બનાવવાથી બચવાનું છે પરંતુ સંબંધ બનાવ્યા પછી પણ બ્રહ્મચર્યનું પાલન કરી શકાય છે. તમે તમારા ખાવાનું પીવાનું અને સહવાસના નિયમોને અપનાવીને બ્રહ્મચર્યનું પાલન કરી શકો છો અને તેનો લાભ ઉઠાવી શકો છો. આપણા શાસ્ત્રોમાં એ પણ ઉલ્લેખ મળે છે કે કોઈ સ્ત્રી અથવા પુરુષ 60 દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરી લે તો તેને તેનાથી ઘણા બધા લાભ થાય છે. જેના વિશે અમે તમને કહીશું.

મિત્રો માનવામાં આવે છે કે બ્રહ્મચર્યનું પાલન કરવાથી સ્ત્રી હોય કે પુરુષ બંનેના સૌંદર્યમાં વૃદ્ધિ થાય છે. ગ્રહસ્થ જીવન જીવવા છતાં પ્રાચીન સમયમાં લોકો બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. આજ કારણ હતું કે તે લાંબા સમય સુધી યુવાન અને ઊર્જાવન બની રહેતા. તમે પણ તમારી સુંદરતા વધારવા માટે બ્રહ્મચર્યનું પાલન કરી શકો છો.
મિત્રો આપણા ધર્મશાસ્ત્રમાં એ વાતનું પણ ઉલ્લેખ મળે છે કે બ્રહ્મચર્યનું પાલન કરવાથી શારીરિક બળ તો વધે જ છે તેના સિવાય બીમારીઓ સાથે લડવાની આપણા શરીરની ક્ષમતા પણ વધી જાય છે. જો તમે 60 દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરી લો તો તેનાથી તમારું પ્રતિ રક્ષા તંત્ર મજબૂત થશે અને તમારી ઉંમર પણ વધે છે.

આપણા શાસ્ત્રોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે બ્રહ્મચર્યનું પાલન કરવા વાળા લોકો માનસિક રૂપથી ખૂબ જ મજબૂત હોય છે. જીવનમાં થવા વાળા ઉતાર ચઢાવ નું તેના પર અસર થતી નથી અને તે માનસિક રૂપથી પણ મજબૂત બને છે. જે બ્રહ્મચર્યનું પાલન કરે છે તે નિરાશાથી હંમેશા દૂર જ રહે છે.

શાસ્ત્રોમાં એ વાતનો પણ ઉલ્લેખ મળે છે કે બ્રહ્મચારી નું સામાજિક જીવન બીજા લોકોથી સારું રહે છે. તેનું કારણ એ છે કે તેમનું પ્રભાવિ વ્યક્તિત્વ અને બીજા પ્રત્યે સહાનુભૂતિ. એક બ્રહ્મચારી ક્રોધ ઈર્ષા અને વેર જેવા ભાવોથી દૂર રહે છે તેથી તે હંમેશા બધાને પ્રેમ કરે છે અને આ જ કારણ છે કે લોકો તેમને ખૂબ જ પસંદ કરે છે.
મિત્રો બ્રહ્મચારી હોવાનો મતલબ એ નથી કે તમે વૈવાહિક જીવન થી દૂર રહો પરંતુ જરૂરી એ છે કે યોગ્ય સમયે સંબંધ બનાવો. આવું કરવાથી સ્ત્રી અને પુરુષ બંનેના જીવનનું આકર્ષણ વધે છે. જેનાથી વ્યક્તિગત જીવનમાં આપેલા થી વધારે નિકટતા અને પ્રેમ પેદા થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *