ઘણા બધા લોકો એવું કેહતા હોય છે કે મનુષ્ય જે કઈ કામ કરે છે તેનું ફળ આ જન્મમાં મળે છે. માણસના કર્મ અનુસાર તેને કેવા પ્રકારની મૃત્યુ થશે એ જાણી શકાય છે. મૃત્યુની વાત કરીયે તો મૃત્યુ જીવનનું પરમ સત્ય છે. પરંતુ પોતે પોતાના મૃત્યુ વિશે જાણી શકાતું નથી.
ગરુડ પુરાણોમાં મૃત્યુ અને તેની સાથે જોડાયેલા ઘણા બધા સવાલોના જવાબ મળે છે. ગરુડ પુરાણના અધ્યાય સિયાવી લોકનમાં મૃત્યુ વિશે ભગવાન શ્રીકૃષ્ણ પક્ષીરાજ ગરુડને કહે છે કે જયારે કોઈ વ્યક્તિનો મૃત્યુનો સમય નજીક હોય છે ત્યારે તેના શરીરમાં વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન થતા હોય છે. અનેક લોકોને સેંકડો વીંછીના ડંખનો અહેસાસ થાય છે. જયારે મનુષ્યની ચેતના સમાપ્ત થાય છે ત્યારે તેને સમજી લેવું જોઈએ. તેની સામે સાક્ષાત યમદૂત આવે છે, પોતાના પરિજનોની સામે જોતા જોતા શરીરની આત્મા પરલોક સિધાવા લાગે છે. જે લોકો જૂઠું નથી બોલતા, જે લોકો પ્રેમના બંધનને નથી તોડતા અને જે ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે તે લોકોને શાંતિથી મૃત્યુ પ્રાપ્ત થાય છે.
જે લોકો કામ દ્રેસ ઈર્ષ્યાથી ઉપર ઉઠીને કાર્ય કરે છે તે લોકોને પણ સુખપૂર્વક મૃત્યુ મળે છે. તેનાથી વિપરીત જે લોકો જૂઠું બોલે છે, વિશ્વાસઘાત કરે છે, તે લોકો મૂરછારૂપી મૃત્યુ પ્રાપ્ત કરે છે. એ પાપી જીવાત્મા પણ મૃત્યુ પછી પણ ગરિહાના યુક્ત થઇ જાય છે. જે બ્રાહ્મણોનું મજાક ઉડાવે છે, જે લોકો અસહાય લોકોની નિંદા કરે છે, એ લોકોનું મૃત્યુ બહુજ કષ્ટદાયી હોય છે. ગરુડ પુરાણમાં એમ પણ લખ્યું છે કે બીજાનું અહિત કરવાવાળાને મૃત્યુ પેહલા યમનગરીમાં ઘણી બધી બીમારીઓનો સામનો કરવો પડે છે અને એવા જીવાત્માને આગળના જન્મમાં દુઃખદાયી યોનિમાં જન્મ લેવો પડે છે.
ગરુડપુરાણમાં આગળ શ્રીકૃષ્ણે કહ્યું છે જે લોકો કોઈની ઉપર દયા નથી રાખતા દાન નથી કરતા એ લોકોને આવું મૃત્યુ પ્રાપ્ત થાય છે અને તેના અંતિમ સમયમાં સાથ આપવાવાળું કોઈ જ રહેતું નથી. જે લોકો સારા કર્મ કરે છે તે લોકોનું મૃત્યુ સુખમય થાય છે પણ જે લોકો ખરાબ કામ કરે છે તે લોકોનું અકાળે મૃત્યુ થાય છે. એટલે જ કહેવાય છે જો તમારે સ્વર્ગમાં વાસ કરવો હોય તો ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવી અને હમેશા સારા કર્મો કરવા જોઈએ. જે લોકો અનીતિના માર્ગ ઉપર ચાલતા હોય છે એ લોકો મૃત્યુ પહેલા અનેક પીડાઓમાંથી પસાર થવું પડે છે અને નર્કલોકમાં એમનો વાસ થાય છે. માટે જીવનમાં ફક્ત ને ફક્ત સારા અને સાચા કર્મો કરવા જોઈએ.