શા માટે માતા હરિસિદ્ધિ દિવસે ગુજરાતમાં અને રાત્રે ઉજ્જૈનના મંદિરમાં રહે છે, જાણો શું છે અહીંની માન્યતા.
હિંદુ ધર્મમાં કુલ ૫૧ શક્તિપીઠોની માન્યતા છે. આ શક્તિપીઠોમાંથી એક છે ઉજ્જૈનમાં આવેલું માતા હરસિદ્ધિ શક્તિપીઠ, જ્યાં માતા સતીની કોણી પડી હતી. માન્યતા પ્રમાણે, દેવી હરસિદ્ધિ રાત્રે ઉજ્જૈનમાં અને દિવસ દરમિયાન ગુજરાતમાં હર્ષદ માતાના મંદિરમાં રહે છે. આ માન્યતા સાથે જોડાયેલી એક દંતકથા પણ પ્રખ્યાત છે. આવો જાણીએ આ પરંપરા વિશે અને મંદિર સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો.
માન્યતા : ગુજરાતના પોરબંદરથી લગભગ ૪૮ કિમી દૂર દ્વારકા નજીક દરિયાના કિનારે મિયાં નામનું ગામ આવેલું છે. ખાડીની પેલે પાર પર્વતના પગથિયાં નીચે હર્ષદ માતાનું મંદિર આવેલું છે. માન્યતા પ્રમાણે, ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્ય પૂજા કર્યા પછી દેવીને ઉજ્જૈનમાં લાવ્યા હતા. ત્યારે દેવીએ વિક્રમાદિત્યને કહ્યું કે, હું રાત્રે તમારા નગરમાં એટલે કે ઉજૈનમાં અને દિવસ દરમિયાન આ સ્થાન પર રહીશ. જેના કારણે આજે પણ માતા ગુજરાતમાં અને રાત્રે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં વાસ કરે છે.
કેમ પડ્યું હરસિદ્ધિ નામ? : સ્કંદ પુરાણ અનુસાર, એકવાર ચંડ-પ્રચંડ નામના બે રાક્ષસો કૈલાસ પર્વતમાં પ્રવેશ કરવા લાગ્યા ત્યારે નંદીએ તેમને રોક્યા હતા. રાક્ષસોએ નંદીને ઇજા પહોંચાડી હતી. આથી ભગવાન શિવે ભગવતી ચંડીનું સ્મરણ કર્યું હતું. શિવના આદેશ પર દેવીએ બંને અ સુરોનો વધ કર્યો. તેમનાથી પ્રસન્ન થઈને મહાદેવે કહ્યું, તમે આ રાક્ષસોનો વધ કર્યો છે. તેથી આજથી તમારું નામ હરસિદ્ધિ તરીકે પ્રસિદ્ધ થશે.
રાજા વિક્રમાદિત્યએ ૧૧ વખત પોતાનું મસ્તક અર્પણ કર્યું હતું : સમ્રાટ વિક્રમાદિત્ય માતા હરસિદ્ધિના ભક્ત હતા. એવી દંતકથા છે કે, દર ૧૨ વર્ષમાં એક વખત તે માતાના ચરણોમાં પોતાનું મસ્તક અર્પણ કરતા હતા, પરંતુ માતાની દયાથી તેમને ફરીથી નવું મસ્તક મળી જતું હતું. જ્યારે તેમણે ૧૨મી વખત મસ્તક અર્પણ કર્યું, ત્યારે તે ક્યારેય પાછા આવ્યા ન હતા અને આમ તેમના જીવનનો અંત આવ્યો હતો.
કેવી રીતે પહોંચવું?: ઉજ્જૈન આપણા દેશના અન્ય ભાગો સાથે એટલેકે રોડ, ટ્રેન અને ફ્લાઈટ્સ દ્વારા સારી રીતે જોડાયેલું છે.
ટ્રેન : ઉજ્જૈન પશ્ચિમ રેલ્વેનું રેલ્વે સ્ટેશન છે, અહીં પહોંચવા માટે ઘણી બધી રેલવે ઉપલબ્ધ છે.
રોડ : નિયમિત બસ સેવાઓ ઉજ્જૈનને ઈન્દોર, ભોપાલ, રતલામ, ગ્વાલિયર, માંડુ અને ઓમકારેશ્વર વગેરે સાથે જોડે છે. તો તમે રોડ દ્વારા પણ જય શકો છો.