જીવનમાં દુઃખ આવવાનું ફક્ત આ એક જ કારણ છે, બધા કામ છોડીને એકવાર અવશ્ય વાંચો, દુઃખોમાંથી મુક્તિ મળી જશે

Astrology

મિત્રો, જો જીવનમાં તમે ખૂબ જ દુઃખી હોય તો સહેજ પણ ચિંતા કરશો નહીં કારણ કે આ દુનિયામાં તમે એકલા નથી જે દુઃખી છો. આ દુનિયામાં દરેક માણસ કંઈક ને કંઈક બાબતે દુ:ખી છે. પરંતુ દરેક માણસને એવું જ લાગે છે કે આ આખી દુનિયામાં તે એકલો જ દુઃખી છે. તમારા દુઃખનું કારણ તમે પોતે જ છો. જો તમે તમારા બધા જ દુઃખોમાંથી મુક્તિ મેળવવા માગતા હોય તો ભગવાન બુદ્ધે આપેલા આ ચાર આર્ય સત્ય એકવાર અવશ્ય સમજી લેજો. તમારા બધા જ દુઃખ આજથી અને અત્યારથી જ સમાપ્ત થઈ જશે.

સંસાર દુ:ખમય છે
ભગવાન બુદ્ધને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેમને જાણ્યું કે આ સમગ્ર સંસાર દુ:ખમય છે. સંસારમાં દરેક જીવ પછી તે પ્રાણી હોય કે મનુષ્ય દુઃખી છે. કોઈ પૈસાના કારણે દુઃખી છે તો કોઈ લગ્ન ન થવાને કારણે દુઃખી છે. કોઈ ઘરમાં કલેશને કારણે દુઃખી છે તો કોઈ પ્રેમની બાબતમાં દુઃખી છે. ટૂંકમાં આ સંસારમાં તમે એકલા દુઃખી નથી પરંતુ આ સંસાર જ દુઃખમય છે.

દુઃખનું કારણ તૃષ્ણા છે
ભગવાન બુદ્ધે બધા જ પ્રકારના દુઃખોનું કારણ મનુષ્યની તૃષ્ણાને ગણાવી છે. તૃષ્ણા એટલે કે તમારી ઈચ્છાઓ. તમારી ઈચ્છાઓનો કદી અંત જ આવતો નથી. જ્યારે એક ઈચ્છા પૂરી થાય ત્યારે બીજી ઈચ્છા જન્મ લઈ લે છે. અને આ ઈચ્છાઓ પૂરી કરવામાને કરવામાં મનુષ્ય હંમેશા દુઃખી રહે છે.

દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે
ભગવાન બુદ્ધે કહ્યું છે કે જો કોઈપણ મનુષ્ય દુઃખોમાંથી મુક્તિ મેળવવી હોય તો તેને પોતાની તૃષ્ણાઓ એટલે કે ઈચ્છાઓનો ત્યાગ કરવો પડશે. જો તમે તમારા મનની ઈચ્છાઓ ઉપર કાબુ મેળવી લેશો તો ચોક્કસ તમારા જીવનમાં કોઈપણ દુઃખ રહેશે નહીં કારણકે તમારા બધા દુઃખોનું કારણ જ તમારી ઈચ્છાઓ છે. ઈશ્વરે જે પણ આપ્યું છે તેમાં સંતોષ માનીને જીવનાર વ્યક્તિ કદી પણ દુઃખી થતો નથી. ભગવાન બુદ્ધનો આ ઉપદેશ તમારા જીવનમાં ઉતારીને તમે તમારા બધા જ દુઃખોમાંથી મુક્તિ મેળવી શકો છો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *