દિવસના કયા સમયે બિલાડી રસ્તો કાપે તો શુભ માનવામાં આવે છે

Astrology

ભારતમાં વર્ષોથી ઘણી માન્યતાઓ ચાલી આવી રહી છે એમાંની એક છે કે બિલ્લી રસ્તા પરથી પસાર થઈ જાય તો લોકો ઊભા રહી જાય છે અને રાહ જુએ છે જ્યાં સુધી કોઈ બીજું માણસ આગળ જતું ન રહે ત્યાં સુધી તે આગળ વધતા નથી. તમને એ ખબર છે કે બિલ્લી ના રસ્તા પરથી પસાર થવું શુભ છે કે અશુભ.

ઘણા લોકો નું એ માનવું છે કે આ કોઈ અપ શકુનથી ઓછું નથી. ત્યાં ઘણા લોકો એ વાત પર ભરોસો કરતા નથી. ઘણા લોકો એવા પણ છે કે જેમના સામેથી બિલ્લી રસ્તો પસાર કરી જાય ત્યારે તે થૂંકી દે છે અને થોડા સમય ઊભા રહીને રસ્તો પાર કરે છે. તેના પાછળની સાથે સાચી હકીકત શું છે અને વાસ્તવમાં બિલ્લી રસ્તા પરથી પસાર થઈ જાય તોય અશુભ છે. આ માન્યતા પાછળનું કારણ શું છે. તો આજે અમે તમને તે પાછળનું કારણ જણાવીશું.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુને અશુભ ગ્રહ માનવામાં આવે છે. જે તમારા જીવનમાં ઘણી પ્રકારની મુશ્કેલીઓનું કારણ છે અને તેની અશુભ અસરથી જીવનમાં કાળી શક્તિઓને નકારાત્મક શક્તિઓ આવે છે જેના કારણે આપણા જીવનમાં દુર્ઘટનાઓ ઘટે છે. બિલાડી ની વૈદિક જ્યોતિષમાં રાહુની સવારી માનવામાં આવે છે. રાહુની સવારે હોવાને કારણે બિલાડી નો રસ્તો પસાર કરવો અશુભ માનવામાં આવે છે. જે રીતે રાહુ દુર્ઘટના નું કારક છે તે રીતે બિલ્લી નો રસ્તો પસાર કરવો તે મુશ્કિલોની શંકાને વધારે છે અથવા તો કંઈક ખોટું થઈ શકે છે. તેથી લોકો બિલાડીથી નહી પરંતુ રાહુનું બિલાડી પર સવાર હોવાને કારણે તેને અશુભ માને છે.

ધાર્મિક ગ્રંથો અનુસાર ધનની દેવી લક્ષ્મીના બહેન અલક્ષ્મી દરિદ્રતા ની દેવી માનવામાં આવે છે. અલક્ષ્મી હંમેશા જીવનમાં ગરીબી અને મુશ્કેલીઓને લાવે છે. અલક્ષ્મી ની સવારીના રૂપમાં બિલાડીને દર્શાવવામાં આવ્યું છે. આ રીતે બિલાડીને ભારતીય જન માનસમાં અશુભતા નું પ્રતિક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે દિવાળીના દિવસે બિલાડી નું ઘરમાં આવું શુભ માનવામાં આવે છે. દિવાળીના દિવસે બિલાડી ઘરમાં આવે તો ઘરની દરિદ્રતા દૂર થઈ જાય છે અને સુખ સંપત્તિ અને ઐશ્વર્યા માં વધારો થાય છે. આ દિવસે બિલાડી તમારા ઘરમાં આવે તો એવું માનવામાં આવે છે કે અલક્ષ્મી તમારા ઘરમાંથી જતા રહે છે.

એમ તો બિલાડીનું દેખાવો અને રસ્તો ક્રોસ કરવો અશુભ માનવામાં આવે છે. દક્ષિણ ભારતમાં બિલાડીની શુભ માનવામાં આવે છે અને ત્યાં બિલાડી નું મંદિર પણ છે. જ્યાં તેની દેવીના રૂપમાં પૂજા કરવામાં આવે છે. ભારતના સાથે સાથે દુનિયાભરમાં બિલાડીને લઈને અલગ અલગ માન્યતાઓ છે.

આમ તો કૂતરાનો રોવું શુભ માનવામાં આવતું નથી પરંતુ બિલાડીનું રોવું પણ અશુભ છે કહેવામાં આવે છે કે બિલાડીનું વારંવાર હોવાથી મુશ્કેલી આવે છે અને કોઈ ખરાબ દુર્ઘટના ઘટે છે. જો બિલાડી ના મોઢામાં માસનો ટુકડો દેખાય જાય તો તે શુભ છે. માનવામાં આવે છે કે તમારા બધા કામ આસાનીથી પૂરા થઈ જશે. જો તમને કોઈ દિવસ સુતી બિલાડી જોવામાં આવે તો કોઈ બીમાર પડવાનું છે એવી માન્યતા છે. જો બિલાડીઓ લડતી દેખાઈ જાય તો માની લેવું જોઈએ કે ઘરમાં ખૂબ જ મોટી લડાઈ થવાની છે અને તમારા કામોમાં અડચણ આવશે. જો બિલાડી તેના બચ્ચા સાથે રસ્તામાં જતી દેખાઈ જાય તો એ શુભ સંકેત માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *