લક્ષ્મી તમારા ઘરે લાવવા માગતા હોય તો આ 3 વાતો કોઈને ભૂલથી પણ ના કહેશો, બરબાદ થઈ જશો

Astrology

મિત્રો, જો આ ત્રણ વાતો તમે ભૂલથી પણ કોઈને કરશો તો પૈસે ટકે અને બધી રીતે તમે બરબાદ થઈ જશો. પહેલી વાત કે જ્યારે તમે કોઈ આર્થિક કટોકટી માંથી પસાર થતા હોય, તમારી આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય અને તમારી જોડે પૈસા ન હોય, ધંધો ખોટમાં ગયો હોય આવી કોઈપણ રીતે જ્યારે તમે આર્થિક તંગી અનુભવતા હોય ત્યારે ત્યારે એના રોતડા, એનું દુઃખ લોકોની આગળ કહેતા ફરશો નહીં. એનું કારણ એ છે કે જે લોકોની આગળ તમે તમારું દુઃખ વહેંચવા નીકળ્યા હશો તે જ લોકો તમારા પીઠમાં ખંજર ભોક્તા હશે. પીઠ પાછળ તમને નીચે પાડવાની અને તમારી જે પરિસ્થિતિ છે તે ખરાબ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવવાની કોશિશ કરશે. આવી ખરાબ પરિસ્થિતિમાં કોઈની સામે રોતડા રડવાની જગ્યાએ બે આંખ બંધ કરી ઈશ્વર પાસે શક્તિ માગજો, પરમાત્મા તમને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો અવશ્ય બતાવશે.

બીજી વાત એ છે કે તમારા ધંધાની જો કોઈ સિક્રેટ પોલિસી હોય કે તમારા પાસે ધંધો કે કામ કરવાની કોઈ અલગ આવડત હોય તો તે કોઈને પણ કહશો નહીં. સગો ભાઈ હોય તો પણ તેને પણ ન કહો કારણ કે આજના હરીફાઈના જમાનામાં તમારી સિક્રેટ પોલિસી જો તમે બધાને કહેતા ફરશો તો તમારી સામે કાલે ઊઠીને 50 હરીફો ઉભા થઈ જશે અને તમારો ધંધો પડી ભાગશે.

ત્રીજી વાત એ છે કે તમારી પર્સનલ લાઇફની એટલે કે અંગત જિંદગીની વાતો તમારો ભલે ગમે તેટલો પાકો મિત્ર હોય તો એને પણ કહેશો નહીં. કારણ કે તમે જેને પોતાના માની તમારા પરિવારની અંગત વાતો કરો છો એ જ વ્યક્તિ કાલે ઊઠીને જ્યારે તમારે તેની સાથે કોઈ ઝઘડો થશે ત્યારે તમારી અંગત વાતોનો આખા ગામમાં ઢંઢેરો પીટી નાખશે અને તમે બધી રીતે બરબાદ થઈ જશો. એટલે મહેરબાની કરીને તમારી અંગત વાતો તમારા હૃદયના એક ખૂણામાં સાચવીને રાખજો પણ કોઈની આગળ કરતા નહીં. ઘણા લોકો આવી અંગત વાતો જાણ્યા પછી ભવિષ્યમાં બ્લેકમેલ કરતા હોય છે. અને જો તે આવું કરશે તો તમે પૈસેટકે પણ ખાલી થઈ જશો. જો આ ત્રણ વાતો તમે ધ્યાનમાં રાખશો તો તમારા જીવનમાં લક્ષ્મી અવશ્ય આવશે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *