સત્યનારાયણ ભગવાનની કથા ના પાંચેય અધ્યાય નો બોધ જાણો એક જ ક્લિક માં. મોક્ષ પ્રાપ્તિ માટે અવશ્ય વાંચો.

Astrology

મિત્રો આપણે સહુ જાણીયે છીએ કે સત્યનારાયણ ભગવાનની કથાનો પાઠ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગુજરાતી પરિવાર ના લોકો માં ભગવાન સત્યનારાયણની કથા નું અનેરું મહત્વ છે. નાના મોટા તહેવાર હોય કે લગ્ન જેવો પ્રસંગ, ઘર નું વાસ્તુ હોય કે પછી પૂર્ણિમાનો દિવસ લોકો કોઈ ને કોઈ બહાને પોતાના ઘરે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરતા જ હોય છે.

આપણે સૌ જાણીએ છીએ કે જયારે પણ ભગવાન સત્યનારાયણની કથા હોય છે તો તેમાં સૌ પ્રથમ ભગવાન ગણેશ ની પૂજા થાય છે ત્યાર બાદ સત્યનારાયણ ભગવાન ની પૂજા, કળશ પૂજન તેમજ વિષ્ણુસહસ્ત્રનામ નું પઠન થાય છે અને ત્યાર બાદ ભગવાન સત્યનારાયણની કથાના 5 અધ્યાય નું શ્રવણ કરવાનું હોય છે.આજે અમે તમને આ આર્ટિકલ દ્વારા કથાના પાંચેય અધ્યાયનો બોધ જણાવીશું.

પહેલા અધ્યાયનો બોધ
હંમેશા સત્યનું આચરણ કરવું કોઈ પણ ખોટું કર્મ કર્યું હોય તો તેનું અશુભ ફળ મળે છે કોઈપણ મુસીબતનો ઉપાય ભગવાનની ભક્તિ જ છે

બીજા અધ્યાયનો બોધ
ઘણીવાર આપણે પાછલા જન્મોમાં કરેલા કર્મોનું ફળ ભોગવતા હોય છે આપણે ઘણીવાર જોઇતા હોય છે ઘણા લોકો ગમે તેટલું ખોટું કરતા હોય છે પરંતુ તેમને કશું દુઃખ નથી આવતું. કારણકે તેમને પાછલા જન્મમાં સારા કર્મ કરેલા હોય છે તેનું આ જન્મમાં સારું ફળ ભોગવતા હોય છે જ્યારે તે કર્મોના ફળ પુણ્ય પૂરું થાય છે ત્યારે તે પણ અથવા તેમના બાળકો ખરાબ ફળ ભોગવે છે પરંતુ ભગવાનમાં વિશ્વાસ રાખવાથી શ્રદ્ધા રાખવાથી અને સત્ય કર્મ કરવાથી જરૂર સારું થાય જ છે.

ત્રીજા અધ્યાય નો બોધ
હંમેશા બીજાનું હિત કરવાનું વિચારવું જીવનમાં કામ ક્રોધ લોભ મોહનો ત્યાગ કરવો અભિમાન કરવું નહીં અને કરેલી માનતા તુરંત પૂર્ણ કરવી.

ચોથા અધ્યાય નો બોધ
જીવનમાં કોઈપણ દુઃખ આવી પડે ત્યારે ભગવાનના શરણે જવું યોગ્ય સારા વડીલ વ્યક્તિઓની સલાહ લેવી. કોઈપણ સાધુ સંતો નું અપમાન કરવું નહીં

પાંચમા અધ્યાયનો બોધ
જીવનમાં કદી કોઈ દિવસ જીવ હિંસા કરવી નહીં પોતાના રૂપિયા પોતાની તાકાતનું અભિમાન કરવું નહીં

મિત્રો જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો બીજા લોકોને અવશ્ય શેર કરજો. ૐ નમો ભગવતે વાસુદેવાય. ૐ નમો નારાયણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *