મિત્રો આજના સમયમાં રસોઈ ઘરની દરેક વસ્તુ ધાતુથી બનેલી હોય છે અથવા તો પ્લાસ્ટિકની હોય છે. માટી થી બનેલી વસ્તુઓનો ઉપયોગ ખૂબ જ ઓછો થઈ ગયો છે. પ્રાચીન કારમાં ઋષિમુનિ માટી થી બનેલા પાત્રમાં જ ભોજન કરતા હતા અને માટેથી બનાવેલા પાત્રમાં જલપાન કરતા હતા. માટીના વાસણોમાં જમવાનું ખૂબ જ ધીમેથી બને છે તેથી ખાવાના પોષક તત્વો નષ્ટ થતા નથી.
શાસ્ત્રોમાં માટીથી બનેલા પાત્રનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. તેથી કોઈ મોટી પૂજામાં અથવા તો યજ્ઞમો માટીથી બનેલા પાત્રનું જ ઉપયોગ કરવામાં આવે છે. માટી થી બનેલા વાસણોની ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમનો સંબંધ અને દેવી લક્ષ્મી સાથે છે. તેથી ઘરમાં માટીના વાસણો હોવા અતિ આવશ્યક છે. તેનાથી ઘરમાં ધન સંપત્તિની વૃદ્ધિ થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં માટી થી બનાવેલું પાત્ર જો સાચી દિશા યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તેના ઘણા શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મીનો વાસ થાય છે અને ધનની સાથે જોડાયેલી સમસ્યાનું અંત આવે છે.
એક માટીનું વાસણ તમારા જીવનને સુખ સમૃદ્ધિથી ભરી શકે છે. તેને તમારી યોગ્ય દિશામાં અને યોગ્ય સ્થાન પર રાખવાનું છે અને ફક્ત એક જ દિવસ માટે તેની પાસે દીપક સળગાવીને તેની પૂજા કરવાની છે. આ માટીનું વાસણ તમારા ઘરની નકારાત્મક પૂજાની સંપૂર્ણ ખતમ કરી દે છે અને સુખ શાંતિ પ્રદાન કરે છે. મિત્રો શાસ્ત્રોમાં જણને જ જીવન કહેવામાં આવ્યું છે. આપણા શરીરમાં 70% પાણી છે. જળ ઘરની નકારાત્મક ઉર્જા ને ખતમ કરી દે છે અને ઘરમાં સુખ શાંતિ પ્રદાન કરે છે. જો તમારા ઘરમાં પાણી ખોટી દિશામાં મૂકીને પીવો છો તો તમારા ઘર પર નકારાત્મક ઉર્જાનું પ્રભાવ પડે છે. તેથી તમારે ઘરમાં પાણી રાખતા સમયે દિશાનું ધ્યાન રાખવું આવશ્યક છે.
વાસ્તુશાસ્ત્રમાં પાણી માટે સૌથી શુભ દિશા ઈશાન દિશા જણાવવામાં આવી છે. આ દિશા ઉત્તર અને પૂર્વના મધ્યની દિશા હોય છે. સાથે જ પશ્ચિમ દિશામાં જળનું પાત્ર રાખવાથી ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. પરંતુ જરના પાત્રને કોઈ દિવસ દક્ષિણ દિશામાં રાખવું જોઈએ નહીં. આ દિશામાં જળ રાખવાથી સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ નિર્માણ થાય છે.
ઉત્તર દિશામાં પાણીની ટાંકી અથવા તો પીવાનું પાણી રાખવામાં આવે તો તેવા ઘરમાં શાંતિ અને સુખ વધે છે. દક્ષિણ પૂર્વ દિશા ને પણ પાણીની ટાંકી લગાવવા માટે યોગ્ય માનવામાં આવતી નથી કારણકે તેને અગ્નિની દિશા કહેવામાં આવે છે. અગ્નિ અને પાણી મેર ગંભીર વાસ્તુદોષ નિર્માણ કરે છે. ઘરમાં માટલું કોઈ દિવસ ખાલી રાખવું જોઈએ નહીં જો તમે માટીના માટલામાં ધાન્ય ભરીને ઉત્તર દિશામાં રાખું છું તો તેનાથી દેવી અન્નપૂર્ણા ની કૃપા તમને પ્રાપ્ત થશે અને જીવનભર તમને ધન ધાન્ય ની કમી મહેસુસ થશે નહીં.
જે લોકો તણાવગ્રસ્ત હોય છે માનસિક રોગોથી પરેશાન હોય છે તો તેને માટલામાં છોડ લગાવીને નિત્ય પાણી રેડવું જોઈએ. તેનાથી લાભ પ્રાપ્ત થાય છે. જો ધનની કમીના કારણે ઘરમાં તણાવ રહે છે તો અથવા તો આર્થિક કસ્ટથી પરેશાન હોય તો ઉત્તર દિશામાં રાખેલા પાણીના માટલાની આગળ ઘી નો દીવો સળગાવો આવું કરવાથી ધનની કમી પૂરી થઈ જાય છે.