મિત્રો, આપણા શાસ્ત્રોમાં ઘરમાં સુખ શાંતિ રાખવા માટે ઘણી મહત્વપૂર્ણ વાતો કહેવામાં આવી છે. આધુનિક જીવનશૈલીમાં આપણા જીવનમાં ઘણા બદલાવ થયા છે. ઘણા લોકો આપણી સંસ્કૃતિને ભૂલીને ઘણી ખરાબ ટેવોને અપનાવી રહ્યા છે. પહેલાના જમાનામાં લોકો જમીન પર બેસીને જમતા હતા તેથી તેમના શરીર અને પૃથ્વીનું મિલન થતું હતું. જેના કારણે તેઓ સ્વસ્થ અને બળવાન થતા હતા.
આપણો ભોજન કક્ષ અને શૌચાલયની દિવાલ કદી પણ એક ન હોવી જોઈએ. ભોજન કક્ષનો દરવાજો શૌચાલયના દરવાજાની સામે પણ ન હોવો જોઈએ. ભોજન કરતી વખતે દિશાઓનું ધ્યાન રાખવામાં આવે તો તે અતિ ઉત્તમ છે. ભોજન પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને કરવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેનાથી મનુષ્યનું સ્વાસ્થ્ય સારું રહે છે અને દેવી-દેવતાઓની કૃપા બની રહે છે. દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવાથી યશ અને કીર્તિ મળે છે અને પિતૃઓના આશીર્વાદ પણ મળે છે.
શાસ્ત્રોમાં લખ્યું છે તે મુજબ પલોઠી વાળીને ભોજન કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યારે ખુરશીમાં બેસીને નીચે પગ લટકતા રાખીને ભોજન કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. પશ્ચિમ દિશા તરફ મુખ કરીને ભોજન કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી થાય છે. તૂટેલા વાસણોમાં ભોજન કરવાથી દુર્ભાગ્યમાં વધારો થાય છે. ભોજન કરવા માટે સૌથી ઉત્તમ પિત્તળના વાસણો માનવામાં આવે છે.
પથારીમાં બેસીને ભોજન કદી પણ ન કરવું જોઈએ તેનાથી ભોજનનું અપમાન થાય છે,માતા અન્નપૂર્ણાનું પણ અપમાન થાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો પણ પથારીમાં બેસીને ભોજન કરવાથી પાચન શક્તિમાં ઘટાડો થાય છે. જમીન ઉપર બેસીને ભોજન કરવાથી શરીરનું તાપમાન સારું રહે છે.
ભોજન કરતી વખતે ટીવી જોવી, પુસ્તકો વાંચવા અનુચિત માનવામાં આવે છે. ભોજન કરીને તરત જ પાણી પીવું જોઈએ નહીં પરંતુ ભોજન કરીને 40 મિનિટ પછી પાણી પીવું જોઈએ. ભોજન કરીને કેટલાક લોકો પોતાની થાળીમાં જ હાથ ધોઈ દે છે તેને માતા અન્નપૂર્ણાનું અપમાન માનવામાં આવે છે. તેથી ભોજન કર્યા બાદ ભૂલથી પણ પોતાની થાળીમાં હાથ ન હોવા જોઈએ. થાળીમાં જમવાનું એંઠું મૂકવું અન્નનું અપમાન છે. જય માતા અન્નપૂર્ણા.