જો મંદિરમાં મૂર્તિ તૂટી જાય તો ભૂલથી પણ આ ભૂલ ના કરવી

Astrology

મિત્રો ઘરની દરેક વસ્તુ તેને યોગ્ય જગ્યા અને સાચી રીતે મૂકવામાં આવે તો તે આપણા માટે લાભદાયક હોય છે. ઘરની ખાસ વસ્તુ જે ભૂલથી ખોટી જગ્યાએ મૂકવામાં આવે તો આપણને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી જ એક મહત્વપૂર્ણ વાત છે આપણા ઘરનું મંદિર. દરેક હિન્દુ ઘરમાં મંદિર અવશ્ય હોય છે અને રોજ તેમાં પૂજા-પાઠ કરવામાં આવે છે. આધ્યાત્મિક દ્રષ્ટિથી પણ ઘર મંદિર હોવું ખૂબ જ જરૂરી હોય છે. ઘરમાં મંદિર હોવાથી અને નિયમિત રૂપથી પૂજાપાઠ થવાથી ઘરમાં દેવતાઓનો વાસ હોય છે અને આપણને પણ માનસિક શાંતિ મળે છે.

પરંતુ જો આપણે મંદિરનું રખરખાવ સાચી રીતે ન કરીએ તો અને વાસ્તુશાસ્ત્રના નિયમો અને પાલન કરતા નથી અને કોઈપણ પ્રકારની લાપરવાહી કરીએ છીએ તો આપણને તેના સારા પરિણામો મળતાં નથી. આજે અમે તમને જણાવીશું કે મંદિર કઈ દિશામાં હોવું જોઈએ. ઘરમાં મંદિર સંબંધી વાસ્તુશાસ્ત્રના કયા નિયમોનું પાલન કરવું જોઈએ આજે અમે તમને જણાવીશું.

ઘરના ઈશાન ખૂણામાં દેવતાઓનું સ્થાન હોય છે. તેથી આ દિશામાં હંમેશા શુદ્ધતા અને સાત્વિકતા રહે છે. તેથી ઘરના મંદિર ઈશાન ખૂણામાં હોવું જોઈએ.
દક્ષિણ દિશા અથવા નૈઋત્ય દિશામાં મંદિર ભૂલથી પણ રાખવું જોઈએ નહીં. તેનું પરિણામ સારું આવતું નથી. ઘરમાં દક્ષિણ દિશામાં દેવી-દેવતાઓનું ચિત્ર લગાવવું પણ અનુચિત માનવામાં આવે છે. નૈઋત્ય દિશા થોડા અશુભ પ્રભાવની હોય છે.

ઘરના મંદિરમાં દેવી દેવતાઓની સાથે પોતાના કુળ દેવતાની મૂર્તિ કે તસવીર અવશ્ય હોવી જોઈએ અને તેમની રોજ ઉપાસના પણ થવી જોઈએ.
મંદિરમાં ઓછામાં ઓછા દેવી-દેવતાઓની મૂર્તિઓ રાખો. એક દેવતા ની બે થી વધારે મૂર્તિ કોઈ દિવસ રાખવી જોઈએ નહીં. શિવજીના રુદ્ર અવતાર વાળી મૂર્તિ અને માતાનું પણ રુદ્ર અવતાર નું સ્વરૂપ વાડી મૂર્તિ કોઈ દિવસ હોવી જોઈએ નહીં. આપણા જીવનમાં તેનું વિપરીત પરિણામ આવે છે.

મંદિરમાં સવાર-સાંજ બંને સમયે પૂજા આરાધના થવી જોઈએ. રોજ ધૂપ દીપ જલાવો જોઈએ અને નિવેધ અર્પિત કરવું જોઈએ. જોગણ ના મંદિર ની મૂર્તિ ખંડિત થઈ જાય તો આવી મૂર્તિ ને તરત નમસ્કાર કરીને આદર સાથે કોઈ નદી અથવા તળાવના વહેતા પાણીમાં વિધિપૂર્વક વિસર્જન કરી દેવી જોઈએ. દેવી-દેવતાઓને ખંડિત મૂર્તિની પૂજા કરવી જોઈએ નહીં.

જો ખંડિત મૂર્તિ નદી અથવા તળાવમાં વિસર્જન કરવું સંભવ ન હોય તો તેને પીપળાના ઝાડની નીચે મૂકી દેવી જોઈએ. જો તમારા ઘરમાં કોઈ દેવી-દેવતાઓની ફોટો હોય તો તેને ફાળવી જોઇએ નહીં પરંતુ તેને સળગાવી દેવી જોઈએ. ખંડિત મૂર્તિ અથવા તસવીર માં દેવત્વ સમાપ્ત થઈ જાય છે. તેથી તમે તેને સળગાવી શકું છું. તેનાથી જે પણ રાખ થાય તેની નદીના પાણીમાં પ્રવાહિત કરી દો અથવા પીપળાના ઝાડની નીચે મૂકી દો.

જો તમારા ઘરની કોઈ મૂર્તિ પોતાની જાતે ખંડિત થઈ જાય છે તો તે વાતને લઈને મનમાં કોઈપણ પ્રકારની બીક, શંકા અથવા સંદેહ રાખશો નહીં. મૂર્તિનું ખંડિત થવું કોઈ અશુભ બાબતનો સંકેત નથી પરંતુ તે એ વાતનો સંકેત હોય છે કે આપના પરિવાર પર આવવા વાળું કોઈ મોટું સંકટ તે દેવતાએ તેમની પર લઈ લીધું છે અને હવે તે સંકટ ટળી ગયું છે.

મૂર્તિ ખંડિત થવાનું બીજું કારણ એ પણ હોઈ શકે તે દેવતા તમારા ભવિષ્યમાં આવા વાળી કોઈ સંકટ ની પૂર્વ સૂચના આપે છે. તેથી તમારે સચેત અને સાવધાન રહેવું જોઈએ. આપણા ઘરમાં ભગવાનની મૂર્તિ આપણે શોખ થી લાવીએ છીએ અથવા તો આપણને ગિફ્ટ માં મળે છે તે મૂર્તિઓની આપણે ફક્ત સજાવટ માટે જ ઉપયોગ કરીએ છીએતોપણ તે મૂર્તિને ખંડિત થવાથી વિધિપૂર્વક વિસર્જન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *