કૃષ્ણ કહે છે કે સૂર્યને આ રીતે જળ ના ચડાવું જોઈએ, નહીં તો ગરીબી આવી શકે છે

Astrology

પ્રાચીન વેદોમાં સૂર્ય અને સર્વ જગતના દાતા કહેવામાં આવે છે. સર્વ જીવોની આત્માના ઉર્જા નો સ્ત્રોત સૂર્ય ને કહેવામાં આવે છે. સૂર્યથી જ સૃષ્ટિ ઉપર જીવન છે. યજુર્વેદમાં કહેવામાં આવ્યું છે ચક્ષુ સૂર્યો જાય તે, એનો મતલબ એ થાય છે કે સૂર્ય ભગવાનનું નેત્ર છે. આ માટે સાક્ષાત ભગવાન સૂર્યના કિરણોના માધ્યમથી સંસારનું સંચાલન કરે છે. માણસોએ ભગવાન સૂર્યને જળ અર્પણ કરીને તેમનો આભાર માનવો જોઈએ.

જો દરરોજ ભગવાન સૂર્યને જળ અર્પણ કરી શકતા ન હોય તો રવિવારે ભગવાન સૂર્ય ને જરૂર જળ અર્પણ કરીને તેનો આભાર માનવો જોઈએ. એનાથી મનુષ્યને સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે. સૂર્ય પ્રત્યેક જીવસૃષ્ટિનો આધાર છે. સૂર્યદેવતા વગર જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. પરમ તેજસ્વી સૂર્યદેવતા ની ઉપાસના કરવાની પરંપરા પ્રાચીન વેદોથી ચાલી આવે છે. ભગવાન શ્રીરામ થી લઈને શ્રીકૃષ્ણ પણ સૂર્ય દેવતાને જળ અર્પણ કરતા હતા. કૃષ્ણએ ભગવાન સૂર્યદેવતા ની મહત્વતા નું વર્ણન ઘણી વખત કર્યું છે.

જો તમે જીવનમાં હતાશતા મહેસુસ કરો છો, જો તમારો સ્વભાવ અત્યંત ક્રોધીત છે, તમે તમારી જાત પર નિયંત્રણ કરી શકતા નથી, જો તમારું મગજ નકારાત્મક વિચારોથી ભરેલું હોય, તો તમે સૂર્યદેવની ઉપાસના જરૂર કરવી જોઈએ. સૂર્ય દેવતાને ફક્ત જળ ચઢાવવાથી તમારા દુઃખો દૂર થઈ શકે છે. સંસારની દરેક સમસ્યાનું હાલ સૂર્યદેવતા પાસે છે. દેવતાની ઉપાસના કરવાથી આત્મા અને મનની શુદ્ધિ થાય છે.

જ્યોતિષશાસ્ત્રમાં એવી વસ્તુના વિશે બતાવવામાં આવ્યું છે કે, વસ્તુઓ પાણીમાં નાખીને સૂર્યદેવતાને અર્પણ કરો તો તમને મારી ઈચ્છા અનુસાર ફળ મળે છે. પરંતુ ઘણા લોકો સૂર્યને જળ અર્પણ કરતી વખતે ઘણી ભૂલો કરે છે. સૂર્યને જળ અર્પણ કરતી વખતે સૂર્યદેવતાના મંત્રોનો ઉચ્ચારણ કરવું બહુ જરૂરી છે. હાથોની આંજલ બનાવીને સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ. જળને તાંબા ના પાત્રમાં જ ભરીને અર્પણ કરવું જોઈએ. તાંબાનું પાત્ર પકડતી વખતે અંગૂઠો પાત્રને સ્પર્શ ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ. જળ ચડાવતી વખતે બંને હાથને ઉપર રાખવા જોઈએ. અને માથું ઝુકાવીને અર્પણ કરવું જોઈએ. જળ અર્પણ હંમેશા સૂર્યોદય વખતે કરવું જોઈએ. ઉગતા સૂર્યની ઉપાસના કરવી હંમેશા ફળદાય હોય છે. સૂર્યોદય થઈ ગયા પછી જળ અર્પણ કરવું કોઈ ફાયદાકારક નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *