મિત્રો, આજકાલના લોકો જ્યોતિષશાસ્ત્ર તથા પુરાણોની વાતોમાં વિશ્વાસ નથી કરતા પરંતુ પ્રાચીન સમયમાં શાસ્ત્રોમાં કહેલી વાતો આપણા જીવનનો આધાર હતી. જ્યોતિષશાસ્ત્રમાં કહેલી દરેક વાતો આપણા જીવનમાં ખૂબ જ પ્રભાવ પાડે છે. આપણા શાસ્ત્રોમાં દરેક કામ કરવા માટે ઉચિત સમય નિર્ધારિત કરેલો હોય છે. જો આપણે કોઈપણ કાર્ય તેના યોગ્ય સમયે ન કરીએ તો તેની આપણા જીવન પર ખૂબ જ પ્રતિકૂળ અસર પડે છે. જીવનમાં ઘણું દુઃખ તમારે તમારી ભૂલોના કારણે જ ભોગવવું પડતું હોય છે. ઘરનું ભવિષ્ય હંમેશા સ્ત્રીઓના કાર્ય પર જ ટકેલું હોય છે. સ્ત્રી ઘરને સ્વર્ગ બનાવી શકે છે તો બીજી બાજુ સ્ત્રી ઘરનો વિનાશ પણ કરી શકે છે.
જે સ્ત્રી ખુલ્લા વાળ રાખીને ઊંઘી જાય છે તેવી સ્ત્રી પોતાનું અને પોતાના પરિવારના વિનાશનું કારણ બને છે. ઘરની સ્ત્રીઓએ કદી પણ ઊંઘતી વખતે વાળ ખુલ્લા રાખવા જોઈએ નહીં. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જો સ્ત્રી સૂતી વખતે વાળ ખુલ્લા રાખે તો ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી જાય છે. ઘણી સ્ત્રીઓ રાત્રે રસોડામાં એઠા વાસણ મૂકીને ઊંઘી જાય છે. આવી સ્ત્રીઓ પરિવારનો વિનાશ કરી દે છે. રાત્રે એઠા વાસણો મૂકીને ઊંઘના સ્ત્રી માતા લક્ષ્મીના ગુસ્સાનો શિકાર બને છે અને તેનો પરિવાર ગરીબીમાં ધકેલાઈ જાય છે.
કોઈપણ સ્ત્રીએ રાતના સમયે ઘરમાંથી દૂધ, દહીં કે ખાંડ જેવી સફેદ રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ નહીં. માનવામાં આવે છે કે રાતના સમયે દૂધ અને દહી જેવી વસ્તુઓનું દાન કરવાથી ઘરની સુખ શાંતિ ચાલી જાય છે. શાસ્ત્રો મુજબ પોતાના પતિની આવકમાં ખુશ ન રહેવાવાળી સ્ત્રી પણ લાલચમાં પરિવારના વિનાશનું કારણ બની શકે છે એટલા માટે કોઈપણ સ્ત્રીએ પોતાના પતિની આવકથી સંતોષ માનવો જોઈએ. પતિ સિવાય અન્ય પુરુષોમાં રૂચી રાખનાર સ્ત્રી નો પરિવાર પણ અવશ્ય બરબાદ થઈ જાય છે. શાસ્ત્રો મુજબ સ્ત્રીઓના આ કેટલાક કામ તેના પરિવારના વિનાશનું કારણ બને છે. જય શ્રી કૃષ્ણ