કોઈપણ ભગવાનની બાધા રાખતા પહેલા એકવાર આ અવશ્ય વાંચજો, તમારી બાધા સફળ થઈ જશે

Astrology

મિત્રો, આ દુનિયામાં જીવ માત્ર સુખને શોધે છે. કોઈપણ જીવને દુઃખ જોઈતું નથી. જ્યારે માણસ પર કોઈ દુઃખ આવી પડે છે ત્યારે તે દુઃખમાંથી નીકળવાના અનેક પ્રયત્નો કરે છે અને એમાંનો એક પ્રયાસ એટલે ભગવાનની બાધા રાખવી. મારે બાળક નથી અને મારા ઘરે જો ઘોડિયું બંધાય તો હનુમાન દાદા હું તમને એક ડબો તેલ ચઢાવીશ, મારા છોકરાના લગ્ન નથી થતા અને જો તેના લગ્ન થઈ જાય તો અંબાજી હું ચાલતો આવીશ, અનેક દવાઓ કરવા છતાં બીમારી મટતી નથી અને તે બીમારી જો મટી જાય તો હે મહાકાળી માતા હું એક શ્રીફળ, ચૂંદડી અને અગરબત્તી તને ધરાવીશ.

મિત્રો થોડો વિચાર કરો કે આ બાધામાં તમે શું કરો છો? તમે એક સોદો કરો છો. જેમ વેપારી અને ગ્રાહક સોદો કરે છે એવો તમે ભગવાન સાથે સોદો કરો છો. હું શ્રીફળ અને નાળિયેર ત્યારે જ ચડાવીશ જો મારી બીમારી દૂર થાય તો, હનુમાન દાદાને તેલનો દીવો ત્યારે ચઢાવવું જો મારા ઘરે પારણું બંધાય તો આવી શરતો મૂકીએ છીએ આપણે ભગવાનની સામે. અને જ્યારે આપણે આવો સોદો કરીએ છીએ ત્યારે ફક્ત અને ભગવાનનો સંબંધ ખલાસ થઈ જાય છે અને માત્ર સ્વાર્થ નો સંબંધ જ રહે છે. હનુમાનજી ને જો એક ડબ્બા તેલની ખોટ હોત તો ગુજરાતની બધી મિલો તેમની પાસે ઉપર ઉઠાવી લીધી હોત.

તમે કોઈપણ વસ્તુ ભગવાનને ચડાવો પરંતુ કોઈ પણ અપેક્ષા વગર. અગરબત્તીચડાવો, નારિયેળ ચડાવો, તેલ ચઢાવો પરંતુ ભગવાનની સામે કોઈ પણ શરત વગર માત્ર ભાવથી ચડાવો. લોકો તો એવું માને છે કે જેટલું હનુમાન દાદાને વધારે તેલ ચઢાવીશું એટલે આપણી બાધા જલ્દી પૂરી થશે. હનુમાન દાદા કે કોઈપણ ભગવાન કોઈ વસ્તુના ભૂખ્યા નથી પરંતુ તમારા ભાવના ભૂખ્યા છે. તમે જ વિચારી જુઓ કે તેલના એક ડબ્બા માટે હનુમાનજી તમારા છોકરા માટે છોકરી શોધવા નીકળશે?

ભગવાન પાસે કોઈ શોધો કર્યા વગર ભગવાનના દર્શન કરવા જાવ ત્યારે તેમની પાસે ફક્ત શક્તિ માગવાની છે. જે પણ પરિસ્થિતિ આપણી સામે છે તેની સાથે જીવવાની શક્તિ. જો તમે ભગવાન પાસે શક્તિ માગશો તો તે તમને અવશ્ય આપશે. એક વખત ભાવથી ભગવાનની સામે શક્તિ માંગી જોજો તમારું શરીર શક્તિથી એટલું ભરાઈ જશે કે તમે કોઈપણ કાર્ય સહેલાઈથી કરી શકશો.

જો તમારે હનુમાનજીને તેલના ડબ્બા ની બાધા રાખવી જ હોય તો જરૂર રાખો પરંતુ તેમાંથી સવા પાસે તેલ હનુમાનજીને ચડાવો અને બાકીના તેલમાંથી વાનગી બનાવીને કોઈ ગરીબ નાના નાના ભૂલકાને ખવડાવો તો હનુમાનજી વધારે ખુશ થશે અને તમારી બાધા અવશ્ય પૂરી થશે. એટલે મિત્રો એક વસ્તુ સમજી લેજો બાધા પૂરી કરવા માટે ભગવાન સાથે કોઈ સોદો કરશો નહીં પરંતુ શ્રદ્ધાથી ભગવાન પાસે જાઓ તમારી બાધા આપોઆપ પૂરી થઈ જશે. જો બાધા રાખવી જ હોય તો પરોપકારની રાખો જેમ કે જો મારું આટલું કામ થઈ જશે તો હું ગરીબ બાળકોને ખવડાવીશ કે તેમને કપડા અપાવીશ. તમારી બાધા ચોક્કસ પૂરી થશે.

ઘણા લોકો એવી બાધા રાખે છે કે જો મારું કામ થશે તો હું માતાજીને એક બકરો ચડાવીશ. હવે તમે જ વિચારો કે કોઈ અબોલા જીવ ને મારવાથી માતાજી ખુશ થશે? ઊલટાની તમારી દશા બગડી જશે અને માતાજી તમને શ્રાપ આપશે. મિત્રો તમને એક જ વિનંતી છે કે તમે ભગવાનની શ્રદ્ધાથી બાધા રાખો પરંતુ તે બાધા પૂરી કરવા માટે કોઈ અપેક્ષા ન રાખો કે ભગવાનની સામે કોઈ શરત ના મૂકો. સંપૂર્ણ શ્રદ્ધાથી તેમની પાસે શક્તિ માગો તમારી જે પણ બાધા હશે તે શક્તિ દ્વારા જ પૂરી થઈ જશે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *