શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે, આ કારણે સારા વ્યક્તિનુ મૃત્યુ વહેલા થઈ જાય છે.

Astrology

મિત્રો, દરેક માણસના મનમાં એ વિચાર અવશ્ય આવે છે કે જે સારો માણસ હોય છે એવા વ્યક્તિનુ અચાનક મૃત્યુ કેમ થઈ જાય છે. પુરાણોમાં તેનો ઉલ્લેખ થયેલો છે કે ભગવાન શ્રીકૃષ્ણ સારા વ્યક્તિ નું વહેલા મૃત્યુ કેમ થાય છે તેનું કારણ જણાવ્યું હતું. ઘણીવાર ખૂબ જ સારો વ્યક્તિ કે જે હંમેશા સત્કર્મો કરે છે તેવા વ્યક્તિનું મૃત્યુ નાની ઉંમરે થઈ જતું હોય છે.

પુરાણોમાં લખ્યું છે કે જે વ્યક્તિ સારો હોય છે તેના માટે સ્વર્ગમાં જગ્યા હોય છે, વૈકુંઠમાં જગ્યા હોય છે, ગૌલોકમાં પણ જગ્યા હોય છે. અને સાક્ષાત ભગવાન શ્રી રામના ચરણોમાં પણ આવા સારા વ્યક્તિ માટે જગ્યા હોય છે. અને જે વ્યક્તિ ખરાબ હોય છે તેના માટે કોઈ જગ્યાએ જગ્યા હોતી નથી. આવા વ્યક્તિને અહીં મૃત્યુલોકમાં જ નર્ક ભોગવવાનું હોય છે.

જે વ્યક્તિ ખરાબ કર્મ કરે છે તેનું મૃત્યુ થતું નથી આવા વ્યક્તિ માટે મૃત્યુલોકમાં જ નર્ક હોય છે. જે વ્યક્તિઓ બીજાનું દિલ દુભાવે છે, જે વ્યક્તિઓ બીજાનો કોળીયો છીનવી લે છે, બીજા વ્યક્તિઓને અતિ કષ્ટને અતિ દુઃખ આપે છે ભગવાન આવા વ્યક્તિઓને પોતાની પાસે નથી બોલાવતા. ભગવાન આવા વ્યક્તિઓને કહે છે તું લોકોને જેટલું દુઃખ આપી શકે છે આપી દે, જેટલી તું બીજાની આત્મા દુખાવી શકે છે એટલી દુખાવી દે, હરામની કમાણી ખૂબ ખાઈ લે ભગવાન આવા વ્યક્તિઓને કહે છે આ દરેક કર્મો માટે પાઈ પાઈનું ઋણ આવા વ્યક્તિઓને ચૂકવવું પડે છે.

આવા વ્યક્તિઓ ની આત્મા જ્યારે પર્લ જાય છે ત્યારે યમદૂત ખૂબ જ ખરાબ રીતે તેમને લઈ જાય છે. તેમને ઘસડીને લઈ જાય છે અને આગ નદીમાં ફેંકી દે છે. આવો આત્મા કેટલીય સદીઓ સુધી આગની નદીમાં સળગ્યા કરે છે. સારા વ્યક્તિ માટે અહીં મૃત્યુલોકમાં પણ જગ્યા છે અને ભગવાનના ચરણોમાં પણ જગ્યા છે. સારા વ્યક્તિની જગ્યા ઈશ્વરના ઘરમાં પણ હોય છે. ઉદાહરણરૂપે જેમ એક રમકડું હોય છે જો એ રમકડું સારું હોય તો દરેકની નજર એ રમકડા પર હોય છે. એવું જ વ્યક્તિનું જીવન હોય છે. જે વ્યક્તિ સારો હોય છે ભગવાનની નજર પણ આવા વ્યક્તિ પર હોય છે. સારા રમકડા ને આપણે જેમ ખરીદી લઇએ છીએ તેમ સારા વ્યક્તિ ને પણ ભગવાન પોતાની પાસે બોલાવી દે છે અને આ જુઠા સંસારથી ભગવાન આવી સારી આત્માને વહેલા મુક્તિ અપાવી દે છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *