પતિના પગ દબાવવા વાળી સ્ત્રીઓનુ ભાગ્ય આપણા શાસ્ત્રોમાં આવું કહ્યું છે.

Astrology

મિત્રો, પત્ની દ્વારા પતિના પગ દબાવવાનું પૌરાણિક મહત્વ છે. પ્રાચીનકાળમાં મનુષ્યમાં સત્વગુણનો પ્રભાવ વધુ હતો. સતયુગમાં લોકોમાં દોષ ઓછા અને ગુણો વધુ હતા. મનમાં પ્રેમ વધુ અને ઘ્રુણા ઓછી હતી. આ કારણથી લોકો સુખી અને સમૃદ્ધ રહેતા હતા. કળિયુગના પ્રારંભથી મનુષ્યમાં તમોગુણનો વિકાસ વધુ થવા લાગ્યો. મનુષ્ય તામસી પ્રવૃત્તિઓનો બની ગયો. સ્ત્રીઓ ઘરની લક્ષ્મી હોય છે. સ્ત્રીઓના ઘરમાં હોવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પત્ની દ્વારા પતિના પગ દબાવવાનું ખૂબ જ મહત્વ છે. તમે જોયું હશે કે માતા લક્ષ્મી શેષનાગ પર શયન કરી રહેલા ભગવાન વિષ્ણુના ચરણ દબાવે છે. આ કારણે જ મહિલાઓને ધનની દેવી માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે સ્ત્રી પોતાના પતિના પગ દબાવે છે તે ઘરમાં સદાય સુખ અને સમૃદ્ધિ બની રહે છે.

જે સ્ત્રી પોતાના પતિના પગ દબાવે છે તેવી મહિલા પર દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. એવું માનવામાં આવે છે કે પુરુષના પગથી લઈને ઘૂંટણ સુધીનો ભાગ ભગવાન શનિદેવનો હોય છે અને સ્ત્રીઓના કાંડા થી લઇ આંગળીઓ સુધીના ભાગ પર શુક્ર ગ્રહનો વાસ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પણ શુક્ર ગ્રહ પર જ્યારે શનિ ગ્રહની અસર થાય છે ત્યારે ધનની પ્રાપ્તિ થાય છે.

પત્ની ની આંગળીઓ જ્યારે પતિના ચરણોને સ્પર્શ કરે છે ત્યારે ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. એટલા માટે જ સ્ત્રી દ્વારા પુરુષના પગ દબાવવાથી આવા ઘરમાં લક્ષ્મી સદાય વિરાજમાન રહે છે. સુખ-સમૃદ્ધિ વધે છે. સ્ત્રીઓના હાથ પુરુષોના ચરણને સ્પર્શ કરવાથી પુરુષોના તમામ પાપ કર્મ ધોવાઈ જાય છે. સ્ત્રીના હાથમાં એવી દૈવી શક્તિ હોય છે કે પુરુષના જીવનમાં આવેલી તમામ નકારાત્મક ઉર્જા દૂર કરી શકે છે. આ કારણે પણ શાસ્ત્રોમાં સ્ત્રીઓને પતિના પગ દબાવવાનું વિધાન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *