મૃત્યુ પછી પણ આટલા દિવસો સુધી તમારા સ્વજન તમારા ઘરે જ રહે છે

Astrology

મિત્રો, ગરુડ પુરાણમાં ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું છે કે જ્યારે પણ કોઈ જીવનું મૃત્યુ નજીક હોય છે ત્યારે સૌથી પહેલા તેનો અવાજ જતો રહે છે અને જ્યારે મનુષ્યનો અંતિમ સમય આવે છે ત્યારે તેને થોડાક સમય માટે દિવ્ય દ્રષ્ટિ મળે છે. આ દિવ્ય દ્રષ્ટિ મળ્યા પછી મનુષ્ય સમગ્ર સંસારને એક રૂપથી જોવા લાગે છે. મૃત્યુ સમયે યમલોક માંથી બે યમદૂત આવે છે. યમરાજના દૂત આત્માના ગળામાં પાશ બાંધી દે છે અને તે જીવાત્માને લઈને યમલોક ચાલ્યા જાય છે.

મૃત્યુ પામનાર વ્યક્તિ જો પવિત્ર હોય તો પરમાત્મા જાતે તેમને પોતાના વાહનમાં લેવા આવે છે. પાપી આત્માને યમલોક પહોંચ્યા પછી ઘણા બધા પ્રકારની યાતનાઓ આપવામાં આવે છે. આત્માના પાપ પુણ્યના હિસાબ પછી તરત જ તેને તે ઘરમાં મોકલી દેવામાં આવે છે જ્યાં તેને પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો. ઘરે આવીને તમારા સ્વજનની આત્મા તેમના શરીરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ યમદૂતના પાશ વડે બંધાયેલી હોવાના કારણે તે શરીરમાં પ્રવેશ કરી શકતી નથી.

તમારા સ્વજન મૃત્યુ પછી પણ તેમની અંતિમ ક્રિયા ને જુએ છે. મૃત્યુ પછી 12 દિવસ સુધી તમારા સ્વજનની આત્મા તમારી પાસે જ હોય છે. તમારા સ્વજનની આત્મા તમને જોઈ શકે છે પરંતુ તેમના હોવાનો અહેસાસ કરાવી શકતી નથી. 13મા દિવસે જ્યારે પિંડદાન થાય છે ત્યારે યમદૂત ફરીથી તેમને લેવા આવે છે. એટલા માટે મનુષ્યના મૃત્યુ પછી પીંડદાન અવશ્ય કરવું જોઈએ. પિંડદાન વડે જ સુક્ષ્મ શરીરને ચાલવાની શક્તિ મળે છે અને તે યમલોક સુધી પહોંચી શકે છે. ગરુડ પુરાણ અનુસાર આપણા સ્વજનો મૃત્યુ પછી પણ 12 દિવસ સુધી આપણી સાથે રહે છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *