હિન્દુ ધર્મમાં અલગ અલગ ફૂલોનું અલગ અલગ મહત્વ છે. એમાં કોઈ ધાર્મિક અનુષ્ઠાન, પૂજા આરતી ખાસ કામોમાં ફૂલો વગર અધુરો માનવામાં આવે છે. શારદા તિલક નામના પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે દેવતાના માથે જ સદૈવ પુષ્પથી સુશોભિત રાખવો જોઈએ. કોઈપણ ભગવાનને કોઈપણ પુષ્પ ચડાવવામાં આવી તો ખોટું નથી પરંતુ કેટલાક દેવી-દેવતા ના વિશેષ પ્રિય હોય છે અમુક ફૂલો. ફૂલોનું વર્ણન અમુક વિભિન્ન ધર્મ ગ્રંથોમાં મળે છે. તેથી દેવતાઓને તેમની પસંદનું ફૂલ ચડાવાથી તે હંમેશા પ્રસન્ન રહે છે. ફૂલોને હાથમાં રાખીને ભગવાનને અર્પણ કરવામાં આવે છે.
1. ભગવાન શ્રી ગણેશ
આચાર ભૂષણ ગ્રંથ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણને તુલસીદલ ને છોડીને બધા પ્રકારના ફૂલ ચડાવી શકાય છે. તુલસીથી ગણેશજીની પૂજા કદી ન કરવી જોઈએ.
2. ભગવાન શિવ
ભગવાન શિવને ધતૂરાના ફૂલ, કેસર, કમળના સુખા ગટ્ટા, વગેરે ચઢાવવામાં આવે છે. ભગવાન શિવને કેવડાનું પુષ્પ કદી ચઢાવવામાં આવતું નથી.
3. ભગવાન વિષ્ણુ
ભગવાન વિષ્ણુને કમળ, કદમ, કેવડો, ચમેલી, ચંપા વગેરેના પુષ્પ પ્રિય હોય છે. ભગવાન વિષ્ણુને તુલસી ચઢાવવાથી બહુ પ્રસન્ન થાય છે.
4. ભગવાન શ્રીકૃષ્ણ
ભગવાન શ્રીકૃષ્ણ તેમના પુષ્પોનો ઉલ્લેખ મહાભારતમાં યુધિષ્ઠિર ને કહેતા કહે છે કે તેમને કુમુદ, માલતી, પલાસ અને વન માળા પ્રિય છે.
5. હનુમાનજી
તેમને લાલ પુષ્પ બહુ પ્રિય હોય છે. તેથીલાલ ગુલાબ, આંકળા ના ફૂલ ચઢાવવામાં આવે છે.
6. દુર્ગા માતા
મા દુર્ગાની લાલ ગુલાબ બહુ પ્રિય હોય છે.
7. માતા સરસ્વતી
વિદ્યાની દેવી માતા સરસ્વતીને પ્રસન્ન કરવા તેમની સફેદ અથવા પીળા રંગના ફૂલ ચડાવવા જોઈએ. ગુલાબ અથવા પીળા રંગના ગલગોટા ચઢાવવા જોઈએ.