મિત્રો, આજના સમયમાં સૌથી જરૂરી જો કોઈ વસ્તુ હોય તો તે પૈસા છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેને તેની જિંદગીમાં ખૂબ જ ધન મળે. ધન પ્રાપ્ત કરવા માટે લોકો આમતેમ ભટકે છે. ઘણીવાર ખૂબ જ મહેનત કરવા છતાં ધન મળતું નથી. ઘણીવાર એવું બને છે કે અચાનક નસીબમાં પૈસા જ પૈસા થઈ જાય છે. આ ઘટના તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે થાય છે. આ ગ્રહોનો સંબંધ તમારી રાશિ સાથે હોય છે. માતા લક્ષ્મી માટે હંમેશા થી આ બે રાશિઓના લોકો ખૂબ જ ફેવરેટ હોય છે. આ બે રાશિના લોકો પર માતા લક્ષ્મીના ચાર હાથ હોય છે.
સિંહ રાશિ
આ રાશિના જાતકો સાથે માતા લક્ષ્મીનો હંમેશા સાથ રહે છે. નવા વર્ષમાં પણ તેમને આવકના નવા નવા સાધનો મળશે અને ધન કમાવાના ઘણા બધા રસ્તા ખુલશે. જે લોકો નોકરીની તલાશમાં છે તેમને મનપસંદ નોકરી મળશે. ધંધો અને વ્યવસાય કરવા વાળા લોકો ને અઢળક ધનની પ્રાપ્તિ થશે. આ રાશિના જાતકોને ટૂંક સમયમાં જ અચાનક જ ધન પ્રાપ્તિનો યોગ છે. ખૂબ જ ટૂંક જ સમયમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમના જીવનમાં ધનનો વરસાદ થવાનો છે.
કુંભ રાશિ
સિંહ રાશિની જેમ કુંભ રાશી ના લોકો પણ માતા લક્ષ્મી ના ફેવરેટ હોય છે. આ રાશિના લોકો પર હંમેશા માતા લક્ષ્મીની કૃપા દૃષ્ટિ રહેતી હોય છે. તેમની તિજોરીમાં રાખેલું ધન હંમેશા વૃદ્ધિ પામે છે. માતા લક્ષ્મીના આશીર્વાદ આ રાશિના લોકો પર સદૈવ બનેલા રહે છે. આ બંને રાશિના લોકોએ નિયમિત માતા લક્ષ્મીનો પૂજાપાઠ કરવો જોઈએ. આ બંને રાશિના જાતકોએ શુક્રવારના દિવસે માતા લક્ષ્મીના નામનો ઉપવાસ રાખવો જોઈએ જેનાથી તેમને ખૂબ જ વધારે લાભ પ્રાપ્ત થશે. આ બંને રાશિ વાળા લોકો માતા લક્ષ્મીને ખૂબ જ પસંદ હોય છે. જય શ્રી કૃષ્ણ