મિત્રો, દુનિયાના દરેક મનુષ્યમાં એક પ્રાણી રહેલું છે. દરેક મનુષ્યના સ્વભાવમાં કોઈના કોઈ પશુના ગુણ રહેલા હોય છે. તમારી રાશિ પ્રમાણે તમારામાં અલગ અલગ પ્રાણીઓના ગુણ રહેલા હોય છે.
મેષ રાશિ
આ રાશિના જાતકોની તુલના માનવરૂપી ભેડિયા સાથે કરવામાં આવી છે. એટલે કે તે પોતાના ઉદ્દેશ્યો ને પ્રાપ્ત કરવા માટે માનવ માંથી ભેડિયા બની જાય છે.
વૃષભ રાશિ
આ રાશિના જાતકોની આત્મા અને સ્વભાવની તુલના વનદેવી સાથે કરવામાં આવી છે. દંત કથાઓ અનુસાર વનદેવી ખૂબ જ સુંદર હોય છે અને સમગ્ર જંગલની પોષણ કરતા હોય છે. એટલા માટે આ રાશિના જાતકોને પ્રકૃતિ સાથે ખૂબ જ પ્રેમ હોય છે અને પોતાની જન્મભૂમિ સાથે હંમેશા જોડાયેલા રહે છે.
મિથુન
મિથુન રાશિના જાતકોની આત્મા અને સ્વભાવની તુલના અપ્સરા કે પરી સાથે કરવામાં આવી છે. આ રાશિના જાતકોનો સ્વભાવ એવો હોય છે કે તે કદી જૂઠું નથી બોલી શકતા અને હંમેશા પોતાના વચનના પાકા હોય છે.
કર્ક રાશિ
આ રાશિના જાતકોની આત્માની તુલના મોહિની એટલે કે મોહિત કરવા વાળી સ્ત્રી સાથે કરવામાં આવી છે. મોહિની અતિ સુંદર હોય છે એટલે આ રાશિના જાતકો પણ દેખાવમાં ખૂબ જ આકર્ષક હોય છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોની તુલના એક પૌરાણિક પાત્ર દેવ માનવ સાથે કરવામાં આવી છે. કથાઓ અનુસાર તે માણસ અને દેવતાઓની સંતાન હોય છે. આ રાશિના જાતકો દેખાવમાં સ્વર્ગના દેવતાઓ સમાન સુંદર હોય છે. આ રાશિના જાતકો મજબૂત અને વૈભવ વિલાસ કરવાવાળા હોય છે.
કન્યા રાશિ
આ રાશિના જાતકોની તુલના કલ્પિત બોના માણસ સાથે કરવામાં આવી છે. આ રાશિના જાતકો હંમેશા બીજાની મદદ કરવા વાળા હોય છે. તેઓ હંમેશા નાની ઉંમરના દેખાય છે.
તુલા રાશિ
આ રાશિના જાતકો ની આત્મા અને સ્વભાવની તુલના પરી સમાન અત્યંત સુંદર સ્ત્રી સાથે કરવામાં આવી છે. આ રાશિના જાતકો અત્યંત સુંદર હોય છે અને તેમનો સ્વભાવ પણ અત્યંત મોહક હોય છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્વિક રાશિના જાતકોની તુલના પિશાચ સાથે કરવામાં આવી છે. પિશાચ ખૂબ જ તાકાતવર અને આકર્ષક હોય છે. તેમને રોકવા અને તેમનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે. આ રાશિના જાતકોનો સ્વભાવ ખૂબ જ ઉગ્ર હોય છે.
ધનુ રાશિ
આ રાશિના જાતકોની તુલના અશ્વ માનવ સાથે કરવામાં આવી છે. અશ્વ માનવ મજબૂતી અને બુદ્ધિનું પ્રતીક છે. આ રાશિના જાતકો શારીરિક રૂપથી ખૂબ જ મજબૂત અને તીવ્ર બુદ્ધિ ધરાવનાર હોય છે.
મકર રાશિ
આ રાશિના જાતકોની તુલના એક કામુક પુરુષ સાથે કરવામાં આવી છે જે તેની યૌન શક્તિ માટે પ્રખ્યાત છે. તેનું અડધું શરીર માનવ અને અડધું શરીર બકરાનું હોય છે. આ રાશિના જાતકોને સ્ત્રીઓ પ્રત્યે ખૂબ જ આકર્ષણ હોય છે. શારીરિક સુખ પ્રત્યે તેમનો વધુ પડતો લગાવ હોય છે.
કુંભ રાશિ
આ રાશિના જાતકોની આત્મા ની તુલના માનવરૂપી રોબોટ સાથે કરવામાં આવી છે. તે અન્ય મનુષ્યની તુલનામાં વધારે આકર્ષક, મજબૂત અને બુદ્ધિશાળી હોય છે. આ રાશિના જાતકોમાં લાગણીનો અભાવ હોય છે.
મીન રાશિ
આ રાશિના જાતકોની તુલના જળ પરી સાથે કરવામાં આવી છે. જેનું શરીર અડધું મનુષ્યનું અને અડધું માછલીનું હોય છે. જલપરીની જેમ આ રાશિના જાતકો ખૂબ જ આધ્યાત્મિક હોય છે અને સુંદર પણ હોય છે. તમારી રાશિ અનુસાર આ પ્રાણીઓની આત્મા તમારા શરીરમાં રહેલી હોય છે. જય શ્રી કૃષ્ણ