મૃત્યુભોજ ખાવાવાળા શું ભયંકર પાપના ભાગીદાર થઈ જાય છે???

Astrology

મિત્રો આજકાલ મૃત્યુ પછી તેરમા દિવસે ખાવા માટેનું મોટું આયોજન કરવામાં આવે છે જેને આપણે મૃત્યુભોજ કહીએ છીએ. આજે વધારે લોકો તર્પણ પછી સામર્થ્ય થી વધારે કરતા બ્રાહ્મણો અને રિશ્તેદારોને, ગામના લોકોને ખવડાવે છે. આ વિચારીને કે તેમના મૃત પરિજનની આત્માને શાંતિ મળશે. તમે જાણો છો કે આ વાતનું આપણા ધર્મશાસ્ત્રમાં કોઈ વાતનું પ્રમાણ નથી કે મૃત્યુ ભોજમાં મોટું આયોજન કરવું જોઈએ. આ ચલણ ક્યાંથી આવી શું તમે આ ખાવાથી પાપના ભાગીદાર બન્યો છો? આજે આ બ્લોગમાં એના વિશે તમને જણાવીશું.

મિત્રો ગરુડ પુરાણમાં કર્મોનું લેખાજોખા મળે છે જેમાં એ પણ જણાવવામાં આવી છે કે મૃત્યુ પછી આત્મા સાથે શું થાય છે અને કઈ રીતે એક જીવાત્માને સ્વર્ગ અને નર્કની પ્રાપ્તિ થાય છે. આ પુરાણમાં એનું પણ ઉલ્લેખ છે કે મૃત્યુ પછી પરિજનોને શું શું કરવું જોઈએ. ગરુડ પુરાણ અનુસાર જ્યારે કોઈ મૃત્યુ પામે છે તો તેના પરિવારના લોકોએ આત્માને શાંતિ માટે અને યમલોકની યાત્રા કરવા માટે તર્પણ અને પૂજા કરવી જોઈએ જેથી જીવા આત્માને આ કઠિન યાત્રામાં ચાલવાની શક્તિ મળી શકે. જ્યારે જીવાતમાં શરીરનું ત્યાગ કરે છે ત્યારે તે નિર્બળ બની જાય છે તેવામાં તેના પરિવારના લોકો 12 દિવસ સુધી પિંડદાન કરે છે તે ખાવાથી જ જીવાત્માને ચાલવાની શક્તિ મળે છે. મૃત્યુ પછી દસ દિવસ સુધી જે પિંડદાન કરવામાં આવે છે તેનાથી આત્માના વિભિન્ન અંગોનું નિર્માણ થાય છે. 11 અને 12 માં દિવસના પિંડદાનથી શરીર પર માસ અને ચામડીનું નિર્માણ થાય છે. પછી 13 માં દિવસે જ્યારે તેરમું કરવામાં આવે છે મૃતક ના નામથી જે પિંડદાન કરવામાં આવે છે તેનાથી તે યમલોક સુધીની યાત્રા કરે છે.

માન્યતા છે કે આત્મા બાર દિવસ સુધી ચાલીને ઘણી મુશ્કેલીઓને સહન કરીને પ્રભુ ધામ સુધી પહોંચે છે. તેથી હિન્દુ ધર્મમાં 13 મુ કરવાનું મહત્વ છે પરંતુ સમયના અભાવથી અથવા અન્ય કારણોથી 13 મો ત્રીજા અથવા બારમા દિવસે પણ કરવામાં આવે છે. આ દિવસે મૃતક ના પસંદગીના ભોજન બનાવવામાં આવે છે અને બ્રહ્મભોજ નું આયોજન કરીને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને મૃતકના આત્માને શાંતિની પ્રાર્થના કરવામાં આવે છે. બ્રહ્મભોજ ને જ મૃત્યુભોજ કહેવામાં આવે છે જે ઉચિત નથી કારણ કે બ્રહ્મભોજ ફક્ત બ્રાહ્મણોને જ કરાવવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર 11 માં દિવસે મહા બ્રાહ્મણોની ભોજ અને તેરમા દિવસે એક અથવા 13 અથવા તો પોતાના સામર્થ્ય અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ સાથે બ્રાહ્મણોને સફેદ સાફી જનોઈ અને એક પાત્ર દાન કરવું જેનાથી મૃત્યુ પામેલાની આત્માને શાંતિ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *