સારા લોકો જલ્દી દુનિયા કેમ છોડી જાય છે?

Astrology

મિત્રો, જે લોકો સારા હોય છે અને સારા કામ કરે છે તે લોકો ખૂબ જ ઓછી ઉંમરે આ સંસારને છોડીને ચાલ્યા જાય છે. સારા લોકો જલ્દી મૃત્યુ પામે છે અને પાપી લોકો લાંબુ આયુષ્ય કેમ ભોગવે છે આ પ્રશ્ન દરેક મનુષ્યના મનમાં અવશ્ય ઉદભવે છે. સંસારના બધા જ ધર્મ અનુસાર મૃત્યુને અટલ સત્ય માનવામાં આવે છે. પ્રકૃતિના નિયમ અનુસાર જેને જન્મ લીધો છે તેને મૃત્યુ પણ અવશ્ય આવે છે. તમે પણ ઘણા સારા લોકોને ઓછી ઉંમરે મૃત્યુ પામતા જોયા હશે. તમારા કોઈ પરિજન પણ ખૂબ જ સારા માણસ હશે અને જીવનમાં કદી પણ કોઈનું ખોટું નહીં કર્યું હોય પરંતુ છતાં પણ ભગવાને તેમને ખૂબ જ જલ્દી પોતાની પાસે બોલાવી લીધા હશે. તેમને તેમના સારા કર્મો અનુસાર લાંબુ આયુષ્ય મળવું જોઈતું હતું પરંતુ એવું થયું નહીં. આવું કેમ થાય છે?

મૃત્યુલોક આ સંસારનો ન તો સારું સ્થાન છે કે ન ખરાબ. મૃત્યુલોકને તમે કર્મભૂમિ કહી શકો છો જ્યાં કર્મોના આધારે આગળની યાત્રા નક્કી થાય છે. પરંતુ જ્યારે મૃત્યુલોકમાં કોઈનો જન્મ થાય છે ત્યારે મૃત્યુલોકની મોહમાયા તેને પોતાની માયાજાળમાં ફસાવી લે છે જેના કારણે આ મૃત્યુલોક આપણને ખૂબ જ પ્રિય લાગવા લાગે છે અને આપણને આ મૃત્યુલોકમાં રહેવાવાળા લોકો સાથે મોહ તેમજ પ્રેમ થઈ જાય છે એટલા માટે આપણે આ મૃત્યુલોકને છોડીને કદી જવા માગતા નથી. જ્યારે કોઈ જીવાતમાં આ મૃત્યુલોકની છોડીને જાય છે ત્યારે તે યમલોક જાય છે અને ત્યાં તેના પાપ અને પુણ્યનો હિસાબ થાય છે.

જો કોઈ જીવાતમાં એ મૃત્યુલોકમાં ખરાબ કર્મ કર્યા હોય અને કોઈ પ્રાણીઓને સતાવ્યા હોય તો તેને બીજો જન્મ પ્રાપ્ત થાય છે અને પૂર્વ જન્મમાં જે લોકોને તેને સતાવ્યા છે તેનો હિસાબ પૂરો કરવો પડે છે. તેના કારણે તે જીવાત્માને લાંબા આયુષ્યનો મોકો આપવામાં આવે છે. જો કોઈ જીવાતમાં એ પૂર્વ જન્મમાં સારા કર્મ કર્યા હોય છે અને ખૂબ જ ઓછા પ્રમાણમાં ખરાબ કર્મ કર્યા હોય તો તે ખરાબ કર્મ નો હિસાબ ચૂકવવા માટે તેને પૃથ્વીલોકમાં ખૂબ જ ઓછો સમય આપવામાં આવે છે. આપણે બધા એ વાતથી અજાણ છીએ કે જીવાત્માનું પરમ લક્ષ મૃત્યુલોકમાં જીવવાનું નથી પરંતુ જીવાત્માનું લક્ષ પવિત્ર બનીને મોક્ષ પ્રાપ્ત કરવાનું છે. જ્યારે આપણે નવો જન્મ લઈએ છીએ ત્યારે આપણને મોકો મળે છે કે આપણે સારા કર્મો કરીને મોક્ષની પ્રાપ્તિ કરીએ.

જે મનુષ્ય સારા કર્મો કરવા વાળો હોય છે તે જીવાત માની મદદ ભગવાન મનુષ્યને અલ્પાયુ પ્રદાન કરીને કરે છે. જેથી તે આ મૃત્યુલોકની પીડામાંથી ઝડપથી છૂટકારો મેળવી લે છે. દરેક જીવાત્મા આ મૃત્યુલોકમાં કંઈક ને કંઈક ઉદ્દેશ્યથી જન્મ લે છે અને જ્યારે તેનો ઉદ્દેશ પૂરો થઈ જાય છે ત્યારે પરમેશ્વર તેને પોતાની પાસે પાછા બોલાવી લે છે. તેવું દરેક વખતે હોતું નથી કે જે લાંબુ જીવે છે તે પાપી હોય છે પરંતુ એવું પણ હોઈ શકે કે તેનો જન્મ જે ઉદ્દેશ્ય માટે થયો છે તે ઉદ્દેશ્ય હજુ પૂરો ન થયો હોય. તમારા જે સંબંધીનું મૃત્યુ વહેલા થઈ ગયું હોય તે એક પવિત્ર આત્મા હતા અને જેટલા સમય સુધી આપણને તેમનો સ્નેહ મળ્યો તે આપણું સૌભાગ્ય હતું. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *