શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે, જ્યારે પણ મંદિરમાં જાઓ ત્યારે આ 1 કામ જરૂર કરજો, તમારું જીવન બદલાઈ જશે.

Astrology

મિત્રો, કૃષ્ણ ભગવાને ભગવદગીતા દ્વારા મનુષ્યને તમામ જ્ઞાનનું ભાથું આપ્યું દીધું હતું. જે મનુષ્ય એક વાર ભગવદગીતાનું વાંચન કરી લે છે તેને જીવનમાં દરેક પરિસ્થિતિનો રસ્તો આપોઆપ મળી જતો હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ દરેક પરિસ્થિતિ માં જીવન જીવવાનો અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ મનુષ્યને આપ્યો છે. એમના શબ્દોનું એકવાર મનન કરવાથી જીવન ધન્ય થઇ જાય છે અને કુલ સમસ્યામાં મન હતાશ થતું નથી.

આપણે આપણા ઇષ્ટદેવ ને દરરોજ નિયમિત મળવા માટે મંદિરમાં જઈએ છીએ. મંદિરમાં જઈ શ્રદ્ધાપૂર્વક ભગવાનના દર્શન કરવાથી મન શાંત બને છે અને દરેક સમસ્યાનું સમાધાન પણ મળે છે. દરેક મનુષ્ય નિયમિત સ્નાન કર્યા બાદ ભગવાનના મંદિરે દર્શન કરવા માટે અવશ્ય જવું જોઈએ.

ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે દરેક મનુષ્ય મંદિરમાં જાય છે અને બે હાથ જોડીને ભગવાનને વંદન કરે છે. અને ત્યારબાદ ભગવાન પાસે આપણે કંઇના કંઇ માગીએ છીએ. પરંતુ મનુષ્ય કદી એ વિચારતો નથી કે ઈશ્વર આપણા આ કાર્ય પર શું વિચારતા હશે, ઈશ્વરને કદાચ એવું લાગતું હશે કે મનુષ્ય પોતાની માંગણીઓ પૂરી કરવા માટે જ ભગવાન પાસે આવે છે ભગવાનને મળવા માટે નહીં. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે ઘણા બધા લોકો મંદિરમાં જાય છે અને પોતાની ઈચ્છાઓ ભગવાનને કહે છે અને જો તેમની ઇચ્છાઓ પૂરી ન થાય તો હતાશ થઈ જાય છે.

ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે મનુષ્ય જ્યારે પણ મંદિર જાય ત્યારે ઈશ્વરની સામે શાંતિપૂર્વક બેસવું જોઈએ, હાથ જોડીને કહેવું જોઇએ,”હે ઈશ્વર તમે મને જે પણ કંઈ આપ્યું છે તેના માટે ધન્યવાદ ,એમાં હું પ્રસન્ન છું અને ભગવાન મને માર્ગદર્શન કરજો કે હું મારા કર્મો દ્વારા જે ઇચ્છું છું તે મેળવી શકું. જો ઈશ્વર પાસે ફક્ત માંગવા જશો તો ઈશ્વરની સામે ખૂબ જ તુચ્છ સાબિત થશો. અને તો સ્વયમ કર્મ કરીને ઈશ્વરને ધન્યવાદ કરવા જશો તો સાચા અર્થમાં તમને ઈશ્વર મળશે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *