ચાલબાજ સ્ત્રીઓની ઓળખ આ 4 લક્ષણોથી થાય છે, તમારી આસપાસ હોય તો થોડું ચેતીને રહેજો

Astrology

મિત્રો, મહાન આચાર્ય શુક્રાચાર્યએ પોતાની નીતિમાં ચાલબાજ સ્ત્રીઓના લક્ષણો વિશે વાત કરેલી છે. આવી સ્ત્રીઓથી પુરુષોએ હંમેશા સાવધાન રહેવું જોઈએ કારણ કે જ્યારે પુરુષ આવી સ્ત્રીના મોહ જાળમાં ફસાઈ જાય છે ત્યારે તેને મૃત્યુ સિવાય બીજી કોઈ વસ્તુ મુક્તિ નથી આપી શકતી. કારણકે આવી દુષ્ટ સ્ત્રીઓની માયા જ એવી હોય છે. તેઓ ગમે તેટલો બુદ્ધિમાન પુરુષ હોય તોપણ તેની મતિ ભ્રષ્ટ કરી દે છે. તેમની સામે મોટા મોટા તપસ્વી પણ પોતાનું તપોબળ પણ ગુમાવી બેસે છે તો સાધારણ માણસની તો વાત જ ન થાય. તો તમે પણ કોઈ આવી સ્ત્રીની મોહમાં પડ્યા પહેલા સાવધાન થઈ જજો. કારણકે તમે એવા રસ્તે જઇ રહ્યા છો જ્યાંથી પાછું વળવું અસંભવ છે. સ્ત્રી ભલે રૂપથી સુંદર હોય, તેની વાતો મધુર હોય પરંતુ તેના અંદર રહેલું કપટ જાણવું ખુબ જ મુશ્કેલ હોય છે. આ કારણે જ પુરુષ સ્ત્રીના હાથની કઠપૂતળી બનીને રહી જાય છે અને પોતાનો જ વિનાશ કરી બેસે છે.

પુરુષોએ સૌથી પહેલાં તો મધ પેદા કરવા વાળી સ્ત્રીઓથી ચેતીને રહેવું જોઈએ. આવી સ્ત્રીઓ જ્યારે પોતાનું કામ કઢાવવું હોય તો મત પેદા કરે છે એટલે કે મીઠી મીઠી વાતો કરે છે અને પોતાના રૂપથી મોહિત કરવાનો પ્રયત્ન કરે છે. જો સ્ત્રીના આવા હાવ-ભાવ જોઈને કોઈ પુરુષ એ સમજવાની ભૂલ કરે છે કે તે સ્ત્રી તેને પ્રેમ કરે છે અથવા તો તેના પર મોહિત છે તો તે પુરુષ જેટલું મૂર્ખ આ સંસારમાં કોઈ નથી કારણકે આવી સ્ત્રી તે પુરુષનો ઉપયોગ કરીને તેને નષ્ટ કરી દે છે. એટલા માટે કોઈ પણ બુદ્ધિમાન પુરુષે આવી સ્ત્રીથી સાવધાન રહેવું જોઈએ કારણકે આવી સ્ત્રી મૃત્યુના નજીક જ લઈ જાય છે.

બીજી છે છળકપટ કરવા વાળી સ્ત્રીઓ. છળ કપટ કરવું એ સ્ત્રીઓનો સૌથી મોટો દુર્ગુણ છે. સ્વાર્થી સ્ત્રીઓ પુરુષો સાથે છળ કપટ કરે છે. બીજાના ઘરમાં ઝઘડા કરાવવા, બીજાના ઘર તોડવા તેમની દિનચર્યા હોય છે. આવી સ્ત્રીઓને બીજાને તકલીફ આપીને આનંદ મળે છે. આવી સ્ત્રીઓ ધમકીઓ આપે છે અને બીજાની ગુપ્ત વાતો જાણ્યા બાદ તેમને ભયા દોહન કરે છે. બીજાનું અહિત કરવા માટે જે પણ કરવું પડે તે વિચાર્યા વગર કરી દે છે. ત્રીજા પ્રકારની સ્ત્રી છે નિર્દયી સ્ત્રી. નિર્દયી કે કઠોર હૃદય વાળી સ્ત્રી માટે કોઈ પોતાનું નથી હોતું. તેનો સ્વાર્થ જ તેના માટે બધું હોય છે. એક નિર્દયી સ્ત્રી પોતાની વાસનાઓ અને આકાંક્ષાઓને પૂરી કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. કોઈ વ્યક્તિ કોઈ આવી સ્ત્રીથી પ્રેમ કરવા લાગે છે જેને તેની જરાક પણ પરવાહ નથી, જે તેના વિશે એક ક્ષણ પણ વિચારતી નથી તો તે પુરુષ અત્યંત મૂર્ખ છે. આવા પુરુષનો વિનાશ થવો નિશ્ચિત છે.

જે સ્ત્રીઓ વાત વાત પર ઢોંગ કરે છે તેવી સ્ત્રીઓથી પુરુષોએ તરત જ દૂર થઈ જવું જોઈએ. કારણકે આવી સ્ત્રીઓ પોતાના ફાયદા માટે પહેલાં ઢોંગ રચે છે અને તેમના મોહમાં ફસાયેલા વ્યક્તિ પાસે કોઈ પણ અનિષ્ટ કાર્ય કરાવી શકે છે. જે રીતે કૈકૈએ ઢોંગ રચીને રાજા દશરથને શ્રી રામને વનવાસ મોકલવા માટે મજબૂર કર્યા હતા તેવી રીતે આવી સ્ત્રીઓ ઢોંગ કરીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે. જે પુરુષ આવી સ્ત્રીના ઢોંગથી તરત જ પ્રભાવિત થઈ જાય છે અને તેનું કહ્યું માનવા લાગે છે તો આવા પુરુષનો વિનાશ થવાનો નિશ્ચિત છે. તે સ્ત્રી એકના એક દિવસે તેને એવી મુસીબતમાં મૂકી દેશે જ્યાંથી નીકળવું તેના માટે અસંભવ હશે.

પાંચમા પ્રકારની સ્ત્રી છે ઘમંડી સ્ત્રી. જે સ્ત્રીને પોતાના રૂપ તેમજ યૌવન પર અત્યંત ઘમંડ હોય છે આવી સ્ત્રીથી પ્રેમ કદી પણ ન કરવો જોઈએ. કારણ કે અભિમાની સ્ત્રી બીજાને તણખલા સમાન સમજે છે.જ્યારે તેની મનમાં આવે ત્યારે તે તમારી સાથે રહે છે અને જ્યારે મનમાં આવે ત્યારે કોઈપણનો ત્યાગ કરી દે છે. આવી સ્ત્રી સાથે રહેવા વાળા પુરુષ તેના નોકર બનીને રહે છે અને જીવનભર દુઃખ ભોગવે છે. શુક્રાચાર્ય અનુસાર આ હતા સ્ત્રીઓના પાંચ લક્ષણો. જો કોઈ સ્ત્રીમાં આવા લક્ષણો હોય તો તેના નજીક જવું મૂર્ખતા છે. તેમના સાથે રહેવા કરતાં જંગલી જાનવરો સાથે રહેવું સારું છે. તમારા મતે શુક્રાચાર્યની આ વાતો સાચી છે કે નહીં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *