મંદિરમાં આ ભગવાનની આ મૂર્તિઓ રાખવી નહિ નહીતો ભારે પડી જશે…

Astrology

 

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે અમુક મૂર્તિ એવી હોય છે જેને ઘરના મંદિરમાં મુકવી જોઈએ નહીં અને તે મૂર્તિઓ મુકીયે તો જીવન બરબાદ થઇ જાય છે. આવી મૂર્તિ કઈ છે તેની જાણ ઘણા લોકોને ખબર પણ હોતી નથી. હિન્દૂ ધર્મમાં પૂજા પાઠનું ખાસ મહત્વ હોય છે. જેના કારણે તે લોકો તેમની પૂજા કરતા હોય છે. શાસ્ત્રોમાં ક્યાં પ્રકારની મૂર્તિની પૂજા કરવાથી ક્યાં લાભ થાય છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભગવાન શ્રી કૃષ્ણની માખણ ખાતી બાળરૂપ મૂર્તિની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. બજરંબલી હનુમાનની સજીવનીબુટ્ટી પર્વતવાળા રૂપની પૂજા કરવાથી આપણને બળ પ્રાપ્ત થાય છે. મૂર્તિ ક્યાં ધાતુની રાખવી એ વાત બહુજ મહત્વની છે. ઘણા લોકો મંદિરમાં મૂર્તિનું સ્થાપન કરવા પોતાના પસંદગીની મૂર્તિ લાવીને કરતા હોય છે જેના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. દરેક લોકો ભગવાન શિવની પૂજા કરતા હોય છે ભોળા શિવની પૂજા કરવાથી જીવનમાં રહેલા દુઃખ દૂર થાય છે અને ભગવાન શિવની પૂજા બહુ શુભ પણ માનવામાં આવે છે. પરંતુ નટરાજની મૂર્તિ ક્યારેય મંદિરમાં રાખવી જોઈએ નહીં. ભગવાન શિવને જ્યારે ગુસ્સો આવતો હતો ત્યારે નટરાજનું રૂપ ધારણ કરતા હતા એટલે નટરાજની પૂજા કરવાથી ઘર પરિવારમાં અશાન્તિ પ્રસરે છે.

ભૈરવ દેવની મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવી જોઈએ નહીં. ભૈરવ દેવ ભગવાન શિવનું રૂપ છે. ભૈરવ દેવ તંત્ર અને મંત્રના દેવ માનવામાં આવે છે એટલે આમની સ્થાપના તમારા મંદિરમાં કરવી જોઈએ નહીં. શનિદેવની મૂર્તિ પણ મંદિરમાં ક્યારેય સ્થાપિત કરવી જોઈએ નહીં. શનિદેવ સૂર્ય પુત્ર છે અને તમે ઘણી જગ્યાએ જોયું હશે એમની પૂજા કરવાનું સ્થળ અલગ હોય છે. શનિદેવની પૂજા કરવાના ઘણા બધા નિયમો હોય છે. શનિદેવની પૂજા સૂર્યાસ્તના સમયે કરવાની હોય છે એટલે આમની પૂજા ક્યારેય ઘરમાં કરવી જોઈએ નહીં. ત્યારબાદ રાહુ કેતુની મૂર્તિ પણ મંદિરમાં સ્થાપિત કરવી જોઈએ નહીં. જેમને રાહુ કેતુની પૂજા કરવી હોય તે લોકોએ ઘરની બહાર પૂજા કરવી જોઈએ. જો આ લોકોની પૂજા ઘરમાં કરવામાં આવે તો જીવનમાં દુઃખ દર્દ આવે છે.

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે આ ભગવાનની મૂર્તિ ક્યારેય ઘરના મંદિરમાં સ્થાપિત કરવી જોઈએ નહીં. જો ઘરમાં તેનું સ્થાપન કરવામાં આવે તો એને અપશકુન માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *