સૌથી વધારે પુણ્ય કરવાવાળા હોય છે આ પાંચ જાતના મનુષ્ય

Astrology

મિત્ર હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર જે સારા કર્મો મનુષ્યને મોક્ષ અપાવે છે તેને પુણ્ય કહે છે અને મોક્ષ પ્રાપ્તિ માટે મનુષ્ય જીવન પર સારા કર્મો કરવાની કોશિશ કરે છે. આ કળિયુગમાં કોઈ ધાર્મિક જ્ઞાન વગર જાણવું મુશ્કેલ છે કે કયા કર્મો કરવાથી આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે. આજે અમે તમને પાંચ કર્મો વિશે જણાવીશું જેને આપણા ધર્મશાસ્ત્રમાં મહા પુણ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે.

શિવપુરાણમાં જણાવવામાં આવેલી એક કથા અનુસાર એક વખત મહાદેવ હિમાલય પર તપસ્યા કરી રહ્યા હતા. તે સમયે માતા પાર્વતીએ તેમને પૂછ્યું સંસારનું સૌથી મોટું પાપ કયુ છે અને કયું કર્મ કરવાથી સૌથી મોટું પુણ્ય કમાવી શકાય છે. ત્યારે ભગવાન શિવે જવાબ આપ્યો સાચું બોલવું અને બીજાને સન્માન આપવું એ સૌથી મોટું પુણ્ય છે અને દરેક જન્મમાં કરવામાં આવેલા પુણ્ય નું પરિણામ આપણને આગલા જન્મમાં મળે છે. મહાદેવ એ પણ જણાવ્યું કે કોઈ જાતે કરવામાં આવેલ છળ અને કપટ સંસારનું સૌથી મોટું પાપ છે. અને જે ખરાબ કરે છે તેને મૃત્યુ પછી નર્કમાં ઘણા પ્રકારની યાતનાઓ સહન કરવી પડે છે.
મિત્રો આપણા ધર્મ શાસ્ત્રમાં એવા પાંચ સાત કર્મોનો ઉલ્લેખ મળે છે જેની મહાપુણ્યનો દરજ્જો પ્રાપ્ત છે.

અન્નદાન
હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર કોઈ મનુષ્ય નીસ્વાર્થ અન્નુ દાન કરી, કોઈ ભૂખ્યા મનુષ્ય અને જાનવર ને ભોજન કરાવી તો આવું કરીને તે સંસારનું સૌથી મોટું પુણ્ય કરી રહ્યો છે. ધર્મગ્રંથો અનુસાર અંદરનું દાન કરવાથી ઈશ્વર સૌથી વધારે પ્રસન્ન થાય છે પરંતુ અન્નદાન કરવાનો મતલબ એ નથી કે તમે કોઈ ભૂખ્યાને વાસી ભોજન આપો. આવું કરવાથી તમે પુણ્ય નહીં પણ પાપના ભાગીદાર બન્યો છું.
ભૂમિદાન
ધર્મશાસ્ત્ર અનુસાર ભૂમિ નું દાન કરવાથી અક્ષર પુણ્યની પ્રાપ્તિ થાય છે. મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ કોઈ પરિસ્થિતિમાં ફસાઈ ને પાપ કરી દે છે ગાયના ચામડીની બરાબર ભૂમિદાન કરે તો તે બધા પ્રકારના પાપ માંથી મુક્ત થઈ જાય છે.
ગૌદાન
જે રીતે સનાતન ધર્મમાં ગાયની માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે તેવી જ રીતે ગૌદાનને પણ પાંચ મહાપુણ્યની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. આ દાનના સંબંધમાં કહેવામાં આવે છે કે જે વ્યક્તિ ગૌદાન કરે છે તેનું આ લોક પછી પણ લોકમાં પણ કલ્યાણ થાય છે અને દાન કરવાવાળા વ્યક્તિની સાથે તેના પૂર્વજોને પણ જન્મ મરણમાંથી મુક્તિ મળે છે.
કન્યાદાન
હિન્દુ ધર્મમાં લગ્ન દરમિયાન ઘણા પ્રકારની રિવાજો નિભાવવામાં આવે છે. આ રિવાજો માંથી એક કન્યાદાન છે જેને આપણા શાસ્ત્રોમાં મહાદાન કહેવામાં આવે છે. જ્યાં સુધી કન્યાદાન ન થાય ત્યાં સુધી પૂર્ણ માનવામાં આવતા નથી. કન્યાદાન નું સાચું મતલબ કન્યાનું આદાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *