કેમ પૂજા કરતી વખતે બગાસું આવે છે અને આંખમાંથી આંસુ, આવા સંકેત મળે તો શુ સમજવું? જાણો…

Astrology

 

તમે ઘણી બધી વાર જોયું હશે કે જયારે આપડે જયારે પૂજા કરતા હોઈએ છીએ ત્યારે જ આપણને બગાસું આવતું હોય છે અને આંખોમાંથી પણ આંશુ નીકળતા હોય છે. જયારે જયારે આમ બને ત્યારે સમજવું કે ભગવાન એક સંકેત આપી રહ્યા છે. ઘણા લોકો એવું સમજતા હોય છે કે પૂજા કરતા કોઈ બગાસું આવે તો એમની ઉપર નકારત્મક શક્તિનો પ્રભાવ છે પણ એવું નથી હોતું આ તો ભગવાનનો એક સંકેત છે તમારા દ્વારા કરવામાં આવતી પૂજા તેમની સુધી પહોંચી ગયી છે.

જ્યારે તમે કોઈ ભગવાનની પૂજા કરતા હોય ત્યારે તમે એ ભગવાનની સામે તમારા જીવનમાં રહેલા દરેક દુઃખ દર્દ એમની સામે મુકતા હોવ છો અને એ મૂર્તિની સામે તમે એકધાર્યું જોયા કરો છો. તમને તે ભગવાન પર વિશ્વાસ હોય છે આજે મારા દિવસો ભલે ખરાબ ચાલતા હોય પરંતુ મેં આજે કરેલી ભગવાનની પૂજાથી ભગવાન મારી ઉપર જરૂરથી પ્રસન્ન થશે અને મારા સારા દિવસો હવે ચાલુ થશે. આવું તમે મનમાં વિચારતા હસો અને તમને એ પૂજા દરમ્યાન બગાસું આવે એનો મતલબ એમ થાય છે કે તમારા દ્વારા કરવામાં આવતી પૂજા ભગવાન સુધી પહોંચી ગયી છે અને જીવનમાં રહેલા સંકટો દૂર થઇ જશે. ઉપરાંત તમારા જીવનમાં સુખસમૃદ્ધિનો વધારો થશે.

ઘણા લોકો એવું કહેતા હોય છે આવું થવાની પાછળનું કારણ શું હોય છે એની જાણ ઘણા બધાને ખબર હોતી નથી. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ભગવાનની પૂજા પૂર્ણ શ્રદ્ધાથી કરતો હોય ત્યારે તેના શરીરમાં સકારત્મક શક્તિનું સર્જન થતું હોય છે શરીરમાં રહેલી નકારત્મક ઉર્જાનો નાસ થઇ જાય છે જેના કારણે તે સમયે આપણને બગાસું અથવા આંખમાં પાણી આવતું હોય છે. અમુક લોકો ભગવાનની માળા કરતા હોય છે અને તે લોકોને પણ મોટા મોટા બગાસા આવવા લાગતા હોય છે એને તમારે શુભ સંકેત માનવો જોઈએ.

એટલે જીવનમાં જ્યારે પણ તમે પૂજા કરતા હોવ અને આમાંથી કોઈ સંકેત તમને મળે તો સમજી લેવું હવે તમારા જીવનમાં હવે શાંતિ થશે. જીવનમાં રહેલા દુઃખ દૂર થશે અને તમારા ઘરમાં ભગવાનનો વાસ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *