હનુમાનદાદાને અવશ્ય આ વસ્તુ અર્પણ કરો, તમામ કષ્ટ દૂર થશે.

Astrology

હનુમાનદાદાને શનિવાર અથવા મંગળવારના દિવસે તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવાથી પ્રભુ દરેક મુશીબતોને દૂર કરે છે. સાથે જ બધી જ આર્થિક સમસ્યાઓ પણ દૂર કરે છે. શનિવાર અથવા મંગળવારના રોજ હનુમાનદાદાની સાથે સાથે શ્રીરામજી ની ભક્તિ કે જાપ કરવો પણ ખુબ જ આવશ્યક છે. આમ કરવાથી હનુમાનદદાદા ઝડપથી પ્રસન્ન થાય છે. રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આ ઉપરાંત ભોગ અર્પણ કરવો જોઈએ. આમ કરવાથી દરેક ભક્તોની મનોકામના પુરી થાય છે. તો ચાલો જાણીયે પ્રભુને શું અર્પણ કરવું જોઈએ જેનાથી આપડી મનોકામના પુરી થાય.

મંગળવાર અથવા શનિવારના દિવસે પ્રભુને બૂંદીના લાડુ અથવા બેસનના લાડવાનો ભોગ અર્પણ કરવો જોઈએ. આ સિવાય આ બંને દિવસ પ્રભુને સિંદૂર પણ અર્પણ કરવું જોઈએ કારણકે હનુમાનદાદાની સિંદૂર ખુબ પ્રિય છે. હનુમાનદાદાની કોઈપણ ફૂલની માલા અર્પણ કરી શકાય છે, પણ સૌથી વધુ તેમને હજારીગલ ઉપરાંત આંકડાના પુષ્પ ખુબ પ્રિય છે. સિંદુરમાં ચમેલીનું તેલ ઉમેરીને પ્રભુને લાગવું જોઈએ. આ સિવાય મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનદાદાને લાલ રંગના વસ્ત્ર અર્પણ કરવા જોઈએ. તેમના ચરણોમાં ગુલાબના પુષ્પ અર્પણ કરવા.

હનુમાનદાદાના મસ્તકમાં રહેલું સિંદૂર જમણા હાથના અંગુઠાથી માતા સીતાના ચરણોમાં લગાવવું, આમ કરવાથી દરેક મનોકામના પુરી થશે. શનિવાર અને મંગળવારે રામ મંદિરમાં દર્શન કરવા જવું જોઇએ. આ ઉપરાંત આ દિવસોમાં વહેલી સવારે દોરામાં ચાર મરચાં નીચે અને ત્રણ મરચાં ઉપર પરોવી તેમાં વચ્ચે લીંબુ પરોવું. ત્યારબાદ આ માળા ઘર અને વ્યવસાયના દરવાજે લટકાવી દેવી. આમ કરવાથી કોઇપણ નકારાત્મક ઊર્જા હોય તે દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *