તમારા પતિના આ કામને લીધે તમારી જિંદગી બરબાદ થઈ રહી છે, દરેક સ્ત્રીઓ અવશ્ય વાંચજો

Astrology

મિત્રો, જો તમારા પતિ આ પાંચ ભૂલો કરતા હોય તો તેમના કારણે તમારી જિંદગી નરક કરતાં પણ ખરાબ થઈ શકે છે. પુરુષો સ્ત્રીઓને બરાબરનો દરજ્જો આપતા નથી. પુરુષો હંમેશા પોતાને સાચા અને સ્ત્રીઓને ખોટી સાબિત કરે છે. જે પુરુષ જાતજાતના વ્યસન કરતો હોય અને તેની પત્ની સાથે મારપીટ કરીને પોતાના પુરુષ હોવા પર અભિમાન કરતો હોય તે પુરુષ દુનિયાનો સૌથી મોટો નામર્દ હોય છે. પત્ની પર અત્યાચાર કરીને તે પોતાને મર્દ માનતો હોય છે પરંતુ તે સૌથી મોટો બાયલો હોય છે. આવા પુરુષો સ્ત્રીની જિંદગી બરબાદ કરી દે છે અને તેનો આખો પરિવાર પણ બરબાદ થઈ જાય છે.

જો તમારા પતિ તમારી પાસે કર્તવ્ય પાલન ની આશા રાખતા હોય અને પોતે તેમનું કર્તવ્ય પાલન ન કરતા હોય તેવી સ્ત્રીની જિંદગી પણ નરક બની જાય છે. જે સ્ત્રીના પતિ હંમેશા તેને નીચું દેખાડવા માગતા હોય તેવો પતિ રાક્ષસ બરાબર હોય છે. અને આવા રાક્ષસ જેવા પતિ સાથે રહેનાર સ્ત્રીની જિંદગી નરક સમાન બની જાય છે. ઘણા પુરુષો પોતાની પત્ની પર હંમેશા શક કરતા હોય છે. પોતે આખી દુનિયામાં ઢોરની જેમ રખડતા હોય છે અને પત્નીને ઘરના પાંજરામાં બાંધી રાખે છે તેવા પુરુષ સાથે લગ્ન કરીને કોઈ પણ સ્ત્રી આખી જિંદગી પછતાય છે.

ધર્મનું પાલન હંમેશા સ્ત્રીઓ કરતી હોય છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં નથી આવ્યું કે ધર્મનું પાલન હંમેશા સ્ત્રીઓ એ જ કરવું જોઈએ. એટલા માટે પુરુષોએ પણ ધર્મનું પાલન અવશ્ય કરવું જોઈએ. જે ઘરમાં પતિ તેની પત્નીને કમજોર સમજતો હોય તો તે પુરુષની સૌથી મોટી ભૂલ છે. જે પુરુષ તેની પત્નીને કમજોર સમજે છે તે દુનિયાનો સૌથી મોટો પાપી છે. સ્ત્રીની તાકાત ને હજુ સુધી પુરુષ પારખી શક્યો નથી. જે ઘરમાં પત્નીને તેનો પતિ નિર્બળ સમજતો હોય તે પોતે જ નમાલો હોય છે. જે સ્ત્રીઓને આ પાંચ દૂર્ગુણ ધરાવતા પતિ મળ્યા હોય તેવી સ્ત્રીઓની જિંદગી બરબાદ થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *