મિત્રો, જીવન ઘણીવાર ચિંતાઓથી ઘેરાઈ જાય છે. ઘણીવાર તો એવું લાગે છે કે ધન આપણા ભાગ્યમાં લખ્યું જ નથી. ત્યારે આપણે ભગવાનના શરણે જઈએ છીએ. જ્યારે કોઈ પણ આત્માથી પરમાત્માને યાદ કરવામાં આવે તો ભગવાન અવશ્ય સાંભળે છે. દરેક વ્યક્તિને પોતાના જીવનમાં દિવ્ય શક્તિઓનો આભાસ જરૂર થાય છે અને તે જ શક્તિ તે વ્યક્તિને તેના લક્ષ્ય સુધી લઇ જાય છે. આ એક શબ્દ જો રાત્રે સુતા પહેલા બોલવામાં આવે તો દૈવી શક્તિઓ તમારા દરેક કાર્યને અવશ્ય પૂરી કરે છે. જીવનમાં રહેલી તમામ નકારાત્મક શક્તિઓ સમાપ્ત થવા લાગે છે.
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે સાચા મનથી અને શ્રદ્ધાથી કરેલુ દરેક કાર્ય સફળ જરૂરથી થાય છે. આ બે શબ્દો રાત્રે સૂતા પહેલાં બોલવામાં આવે તો જીવનમાં ધનની પરેશાનીઓ સાથે સ્વાસ્થ્યને લગતી તકલીફો હોય તે પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે. ભગવાન શ્રીકૃષ્ણના આ બે શબ્દો જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવશે.
‘ગોવલ્લભાય સ્વાહા:॥’
ભગવાન શ્રીકૃષ્ણનો આ બે શબ્દનો મંત્ર ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. રાત્રે સુતા પહેલા હાથ-પગ ધોઈને પોતાની પથારીમાં આંખો બંધ કરીને આ મંત્ર સંપૂર્ણ શ્રદ્ધાથી બોલવાથી મનુષ્યની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે. આ મંત્ર એટલું ચમત્કારી છે કે થોડાક જ દિવસોમાં કોઈપણ તકલીફ હશે તે દૂર થઈ જશે. સંભવ હોય તો આ મંત્ર રાત્રે સુતા પહેલા 108 વાર બોલવો જોઈએ. 11 વાર પણ આ મંત્રને બોલી શકાય છે. મંત્રનો ઉચ્ચારણ સ્પષ્ટ કરવો જોઈએ. મંત્રોના ઉચ્ચારણમાં ભૂલ થવી જોઈએ નહીં.