મિત્રો, મીઠું જીવનમાં સંતુલન લાવવાનું કામ કરે છે. તમે જાણો છો કે ભોજનમાં યોગ્ય માત્રામાં મીઠું નાંખવામાં આવે તો જ તેનો સ્વાદ આવે છે. જરૂર કરતાં ઓછું કે જરૂર કરતાં વધારે મીઠું ભોજનનો સ્વાદ બગાડી દે છે તથા સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠાનું અસાધારણ મહત્વ બતાવવામાં આવ્યું છે. મીઠું આપણા જીવનમાં સકારાત્મકતા લાવવાનું કામ કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં મીઠાના એવા ઉપયોગ બતાવ્યા છે જેનાથી આપણે આપણા જીવનની દશા અને દિશા બંને બદલી શકીએ છીએ.
મીઠું સકારાત્મક ઊર્જાનો ભંડાર ગણાય છે તથા નકારાત્મક ઊર્જાને પણ તે ખેંચી લે છે. તેથી ઘરના ચારેય ખૂણામાં માટીના પરણાયામાં મીઠું ભરીને અવશ્ય રાખવું જોઈએ. પાણીમાં થોડું મીઠું નાખીને ઘરનું પોતું કરવાથી પણ ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. જો ઘરમાં ઝઘડા વધુ થતા હોય અને પરિવારના સભ્યો વચ્ચે નાની નાની બાબતમાં વિવાદ થતા હોય તો મીઠાનો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ.
ઘરના બાથરૂમમાં પણ એક વાટકીમાં મીઠું ભરીને રાખવું જોઈએ. આ ઉપાય કરવાથી આપણા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત થાય છે. આપણા ઘરનો મુખ્ય દરવાજો એ આપણા ઘરનું સૌથી મહત્ત્વપૂર્ણ સ્થાન છે. મુખ્ય દરવાજાથી સકારાત્મક અને નકારાત્મક ઉર્જાઓ ઘરમાં પ્રવેશ કરે છે તેથી નકારાત્મક ઉર્જાને દૂર રાખવા માટે મુખ્ય દ્વાર પાસે લાલ કપડામાં મીઠું બાંધીને રાખવું જોઈએ.
ઘરની મહિલાઓ નજર ઉતારવા માટે રાઇની સાથે મીઠાનો પણ ઉપયોગ કરે છે. કારણ કે મીઠું એ દ્રષ્ટિ દોષ દૂર કરે છે અને શરીરમાંથી નકારાત્મકતા બહાર ખેંચી લે છે. નાના બાળકોને જો વારંવાર નજર લાગે તો તેમને નહાવાના પાણીમાં થોડું ચપટી મીઠું નાખીને સ્નાન કરાવવું જોઈએ. મીઠું રાહુ અને કેતુના દુષ્પ્રભાવને પણ દૂર કરે છે. રાત્રે પાણીમાં મીઠું નાખીને હાથ-પગ ધોઈને જોવામાં આવે તો તમામ ખરાબ શક્તિઓ રાત્રે આપણાથી દૂર રહે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠાના આ ઉપાયોથી આપણે એક સુખી અને સમૃદ્ધ જીવન જીવી શકીએ છીએ.