સનાતન ધર્મમાં મનુષ્યના જીવનની ઘણી બાબતો વિશે ગરુડ પુરાણમાં લખવામાં આવ્યું છે. એમાં બતાવવામાં આવ્યું છે કે માણસોએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. એમાંની ઘણી વાતો આજે આપણે તમને જણાવીશું અને તેને અનુસરશો તો તમારા ઘર ની આસપાસ ગરીબી ફરક સે પણ નહીં.
1. કુલ દેવતા પૂજન અને શ્રાદ્ધ
જે કુળના દેવતા તેમના વંશજો થી તૃપ્ત રહે તો એમના ઘરે કદી દુખ આવતું નથી. સનાતન ધર્મ કુળદેવી નો અર્થ થાય છે કુળની દેવી એવી માન્યતા છે કે હર એક કુળની એક આરાધ્ય દેવી હોય છે. તેમની પૂજા અર્ચના ખાસ રીતે કરવામાં આવે છે. એમના પિતૃ તરપણ સંતુષ્ટ હોય છે તો પુરા પરિવારને આશીર્વાદ આપે છે.
2. ગંદકીને ઘરથી દૂર રાખવી
જે ઘરમાં રસોઈમાં બનાવેલું ખાવાનું ભગવાનને ભોગ તરીકે ચઢાવવામાં આવે છે એ ઘરમાં અન્ન અને ધનની કોઈ જ કમી રહેતી નથી. એ માટે કહેવામાં આવ્યું છે કે ખાધા પહેલા અન્ન ભગવાનને ચઢાવવું જોઈએ જેનાથી મહાલક્ષ્મી તમારા પર પ્રસન્ન રહે છે. અને બીજો એ ખ્યાલ રાખવો જોઈએ કે ઘરમાં કોઈપણ ગંદકી ન રાખવી.
3. આ પાંચ જણને ખાવાનું ખવડાવવું
રોટલી બનાવતી વખતે પહેલી રોટલી ગાય અને કૂતરાની બનાવી. પક્ષીઓને દાણા નાખવા અને કીડીઓ માટે આટા નાખો. તમને મોકો મળે તો આમાંથી એક જણને દરરોજ ખાવાનું ખવડાવો.
4. અન્નદાન
દરેક ધર્મમાં દાન કરવું એક અનેરૂ મહત્વ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે જો તમે સક્ષમ હોય તો બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને ભૂખ્યાને ભોજન કરાવો. દાન કરવાથી ફક્ત એક પેઢી જ નહીં સાત પેઢીઓની ને પુણ્ય મળે છે.
5. વેદો અને ગ્રંથોનું અધ્યયન
બધાને ધર્મગ્રંથો માં છુપાયેલું જ્ઞાન અને પ્રકૃતિની છુપાયેલું સમજવું જોઈએ. પરીવાર ના બધા સદસ્ય ધર્મ અને કર્મથી શિક્ષણ મેળવીને સારો ધંધો કરી શકે છે.
6. તપનું મહત્વ
આત્મા અને વિધાતાના મિલન માટે મન શરીર અને વિચારોથી કઠિન ધ્યાન લગાવવું જોઈએ.
7. પવિત્ર લગ્ન
લગ્નને શાસ્ત્રોમાં સૌથી સંસ્કારમાં ગણવામાં આવે છે. 16 સંસ્કારોમાં પુરુષાર્થ પ્રાપ્તિના સંસ્કારમાંથી એક ગણવામાં આવે છે.
8. ઇન્દ્રિયો પર સંયમ
તને જણાવવામાં આવે છે કે કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો પર સંયમ રાખવો જરૂરી છે. એનો મતલબ એ નથી કે પરિવારના સદસ્યો મોજમાં એટલા ડૂબી જાય અને પરિવારની જીમ્મેદારીઓને ભૂલીને પરિવારને કષ્ટ આપે.
9. સાદાચારનું પાલન
બધાને સારો વિચાર અને વ્યવહાર રાખવો જોઈએ. પોતાના વડીલોનું સન્માન કરવું જોઈએ. સવારે એમના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ.