ઘરના આ સ્થાન ઉપર કદી ન લગાવી જોઈએ ઘડિયાળ.

Astrology

મિત્રો વાસ્તુશાસ્ત્રમાં આપણા ઘરમાં બધી વસ્તુઓ રાખવાની સાચી જગ્યા અને સાચી દિશા બતાવવામાં આવી છે. એવું કહે છે કે તેના વિરુદ્ધ દિશામાં મૂકેલી વસ્તુઓ ઘરમાં નકારાત્મક શક્તિને પેદા કરે છે. આજે અમને તમને ઘરમાં ઘડિયાળ કઈ દિશામાં લગાવી તેના વિશે કહીશું.

મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં લગાવેલા કોઈપણ વસ્તુ સારી અને ખરાબ ઊર્જા સાથે જોડાયેલી હોય છે. કોઈ પણ વસ્તુને સાચી દિશામાં રાખવામાં આવે તો સકારાત્મક ઊર્જા પેદા થાય છે અને જો તે વસ્તુને ખોટી દિશામાં રાખવામાં આવે તો નકારાત્મક ઉર્જા પેદા કરે છે. ઘરમાં રાખેલી બધી વસ્તુઓ કરતાં ઘડિયાળ નો પ્રભાવ આપણા જીવનમાં સૌથી વધારે પડે છે. ઘડિયાળ તમારા ભૂતકાળ અને ભવિષ્યકાળ શિવાય તમારા સમયને કઈ રીતે સુધારવું તેના વિશે પણ જાણકારી આપે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર માં ઘડિયાળ ને કોઈ દિવસ દક્ષિણ દિશામાં લગાવવી ના જોઈએ આપણા ધર્મો દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. કાળનું અંતિમ ચક્ર પણ આ દિશામાં થી શરૂ થાય છે.

આથી શાસ્ત્રોનું માનવું છે કે આ દિશામાં ઘડીયાલ લગાવવા માટે યોગ્ય નથી. આ દિશામાં લગાવેલ ઘડિયાળ આપણા ઘરમાં નકારાત્મક ઊર્જા પેદા કરે છે. તેથી ઘડિયાળ ને ઉત્તર કે પશ્ચિમ દિશામાં લગાવવી જોઈએ. સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ઘડિયાળની આવવા જવા માટેના દરવાજાની નજીક ના લગાવી કારણ કે એવું પણ થાય કે તેનો પ્રભાવ તમારી દિનચર્યા પર પડે.
ઘડિયાળ નો આકાર
મારા ઘરમાં લગાવી દરિયા નો આકાર ગોળ કે ઈંડા આકાર હોય તો એ શુભ માનવામાં આવે છે. પરંતુ તમે જોયું હશે કે આજે બજારમાં જુદા જુદા આકારની ઘડિયાળો મળે છે જેમાં ભગવાનના ચિત્ર કે ઘરના લોકોના ચિત્રો હોય છે પરંતુ આવી ઘડિયાળ તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા પેદા કરે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવી ઘડિયાળ યોગ્ય નથી તેનો પ્રભાવ તમારા પરિવારજનો પર પડી શકે છે. તેમાં પણ ખાસ કરીને ભગવાનના ચિત્ર વાળી ઘડીયાળ યોગ્ય નથી કારણ કે સનાતન ધર્મમાં ભગવાનની મૂર્તિની પૂજા કરવામાં આવે છે આવી ઘડિયાળ ઘણા સમય સુધી ધૂળ માટી વાળી રહી છે તેથી તે ભગવાનનું અપમાન થયું કહેવાય અને ભગવાનનું અપમાન કરીને તમે કોઈ દિવસ ખુશ રહી શકો નહીં
મિત્રો ઘડિયાળ ને હંમેશા સાફ રાખવી જોઈએ તેની નિયમિત સફાઇ કરવી જોઇએ. કહેવાય છે કે તેના પર લાગેલા બાવું સાફ કરવાથી તમે તમારા ભાગ્યને દૂબળું થવાથી બચાવી શકો છો. એવા લોકો જે જૂની ઘડિયાળ ની રીપેર કરાવી લાવે છે અને જે લોકો નવી ઘડિયાળ આવતા જૂની ઘડિયાળ ફેંકવા ની જગ્યાએ બીજા સ્થાન પર લગાવે છે એમના માટે જાણવું જરૂરી છે કે તમારા દુર્ભાગ્યને આવકારે છે સાથે પણ ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં તૂટેલી અને બંધ ઘડિયાળને રાખવી ન જોઇએ કારણ કે એ તમારા જીવનમાં ગરીબી અને નકારાત્મક ઉર્જાને આવકારે છે સાથે તમારા જીવનના સારા પ્રસંગો પણ અટકાવે છે તેથી જૂની ઘડિયાળ ને કોઈને દાનમાં આપી દેવી જોઈએ એનો મતલબ એ નથી કે તમે તમારા દુર્ભાગ્યને દાનમાં આપું છું દાન લેવા વાળાના જીવનમાં તેનો કોઈ પ્રભાવ પડશે નહીં.
ઘડિયાળની સાથે સાથે કૅલેન્ડર પણ મહત્વનું છે તેથી કૅલેન્ડર ને કોઈ દિવસ ઉત્તર કે પૂર્વ દિશામાં લગાવવું ન જોઇએ એવું કરવાથી વાસ્તુદોષ થાય છે સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે નવા કેલેન્ડરની સાથે જૂનું કૅલેન્ડર રાખવું જોઈએ નહીં. કૅલેન્ડર ને હંમેશા ઘડિયાળની સાથે રાખવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *