તમે જે વ્યક્તિને સૌથી વધારે પ્રેમ કરો છો તે વ્યક્તિ તમારાથી દૂર શા માટે થઈ જાય છે, શ્રી કૃષ્ણ વાણી

Astrology

મિત્રો, દરેક વ્યક્તિને જીવનમાં સાચા પ્રેમની જરૂર હોય છે પરંતુ સાચો પ્રેમ કરવો અને સાચો પ્રેમ મળવો સરળ હોતું નથી. ઘણા લોકો શારીરિક આકર્ષણને જ પ્રેમ સમજી બેસતા હોય છે. શારીરિક આકર્ષણ વાળો પ્રેમ લાંબો સમય ટકતો નથી. શારીરિક ભૂખ સંતોષ થઈ ગયા બાદ આવો પ્રેમ લાંબો સમય ટકતું નથી. લોકો નાની નાની વાતમાં એકબીજાથી દૂર થઈ જતા હોય છે. તે સાચા પ્રેમની નિશાની નથી. સાચો પ્રેમ ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ ભુલાતો નથી. જે સાચો પ્રેમ કરે છે તે તમને કોઈ પણ પરિસ્થિતિમાં છોડશે નહીં. જો તમારા અંદર કોઈ ખામીઓ હશે તો તે ખામીઓ માટે તે તમને છોડશે નહીં પરંતુ તમારી એ ખામીઓને સુધારવાનો પ્રયત્ન કરશે.

મોટાભાગના લોકો એકબીજા સાથે કોઈના કોઈ સ્વાર્થના કારણે જોડાયેલા હોય છે અને તમે તેને પ્રેમ સમજી બેસો છો. આવા લોકો તમારી સાથે સંબંધ તોડવામાં જરાક પણ વિચાર કરશે નહીં. તમે જે વ્યક્તિને અનહદ પ્રેમ કરતા હોય તે વ્યક્તિ ઘણી વાર તમારી લાગણી અને ભાવનાઓને સમજી શકતી નથી. તે નાની નાની વાતમાં તમારી સાથે ઝઘડો કરવા લાગે છે અને ખૂબ જ નાની વાતમાં તમારો સાથ છોડી દે છે. તમારા મનમાં એ જ પ્રશ્ન ઉદભવે છે કે તમે તેને અનહદ પ્રેમ કરો છો તો તે તમારાથી શા માટે દૂર થઈ જાય છે?

ઘણા લોકો તેમના જીવનમાં સાચો પ્રેમ કરતા હોય છે પરંતુ તેમને સામે પાર્ટનરનો સાથ મળતો નથી. તેની પાછળનું એક કારણ છે તમારો વધુ પડતો લગાવ. તમે જ્યારે કોઈ વ્યક્તિને પાગલની જેમ પ્રેમ કરવા લાગો છો અને તમારી જિંદગીમાં બસ ફક્ત તમે એ જ વ્યક્તિને મહત્વ આપવા લાગો છો ત્યારે તમારા આ વધુ પડતા પ્રેમને કારણે તમે તે વ્યક્તિને ખોઈ બેસો છો. તમે તેની પાછળ કેટલા પાગલ બની જાઓ છો કે તમે તેની જિંદગીને તમારી રીતે કંટ્રોલ કરવા લાગો છો. જેના કારણે તમારો પાર્ટનર ગૂંગરામણ મહેસૂસ કરવા લાગે છે. કારણ કે જીવનમાં દરેક વ્યક્તિને પોતાની પર્સનલ લાઈફ જીવવાનો અધિકાર હોય છે. તમે જેને પ્રેમ કરો છો તે વ્યક્તિ તમારી રીતે જ જીવે તે જરૂરી નથી. કોઈપણ વ્યક્તિ બંધાઈને રહી શકતો નથી.

પ્રેમ કરવો ખોટું નથી પરંતુ પ્રેમમાં અતિશયોક્તિ કરી પાગલ બનવું એ ખોટું છે. જેવી રીતે ભોજનમાં મીઠું વધારે પડી જાય તો ભોજન ભાવતું નથી તેમ જીવનમાં પ્રેમ વધારે પડતો હોય તો પણ તે નુકસાનકારક છે. તમે જેને પ્રેમ કરો છો તેને તમારે રીતે નહીં પરંતુ તેમની રીતે જીવન જીવવાનો અધિકાર આપો. જો તમે તમારા પાર્ટનરને તમારા વિચારોમાં જ બાંધીને રાખશો તો તમારો વધુ પડતો પ્રેમ તેને બોજ લાગવા લાગશે. મોટાભાગના લોકોની આ ભૂલને કારણે તેઓ તેમના પાર્ટનરને અનહદ પ્રેમ કરતા હોવા છતાં તેને કોઈ બેસે છે અને તેમનો સાચો પ્રેમ તેમનાથી દૂર થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *