તમારા બાળકના માથામાં રહેલા ભમરાનો શું મતલબ હોય છે? ભમરા વડે જાણો બાળકનું ભવિષ્ય

Astrology

મિત્રો, આપણા અને આપણા બાળકોના માથામાં પડતો ભમરો તો તમે જોયો જ હશે. માથામાં રહેલો આ ભમરો ઘણાને ઘણાને ઘડિયાળના કાંટાની દિશામાં હોય છે તો ઘણાને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનતો હોય છે. ઘણા બાળકોને તો માથામાં બે ભમરા હોય છે. તેનો અલગ અલગ મતલબ હોય છે અને તેવા બાળકોનું ભવિષ્ય પણ અલગ અલગ હોય છે. જુના જમાનાથી આપણા વડીલો ફક્ત માથામાં રહેલા ભમરા ને જોઈને બાળકનું ભવિષ્ય કહી દેતા હતા. અને ઘરમાં રહેલા દાદીમાં તો ભમરાને જોઈને આગળ આવનારું સંતાન છોકરો હશે કે છોકરી તે પણ કહી દેતા હતા.

જે લોકોને અને બાળકોને ઘડિયાળના કાંટાની દિશામાં ભમરો બને છે તેવા બાળકો અને લોકો ખૂબ જ શાંતિ પ્રિય હોય છે. આવા બાળકો અને લોકોમાં પિતા કરતા માતા પ્રત્યે તેમની લાગણી ખૂબ જ વધુ હોય છે. મગજના ખૂબ જ પાવરફુલ બાળકો હોય છે. ભણવામાં પણ આવા બાળકોનું ખૂબ જ વધારે મન લાગે છે. ઘડિયાળના કાંટાની દિશાવાળો ભમરો ધરાવતા બાળકો જીવનમાં ખૂબ જ પ્રગતિ મેળવે છે. જે માતા પિતાના બાળક ના માથા પર ઘડિયાળના કાંટાની દિશામાં ભમરો હોય છે તેમનું આવનારુ બાળક છોકરી હોઈ શકે છે.

જે બાળકો ના માથામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ભમરો બને છે તે બાળકો પણ ખૂબ જ શાંત હોય છે અને માતા-પિતા બંને પ્રત્યે સમાન લાગણી ધરાવે છે. આવા બાળકો પણ ખૂબ જ બુદ્ધિમાન હોય છે. આવા બાળકો જિદ્દી હોય છે. તેઓ જે ઈચ્છે છે તેને મેળવીને જમ્પે છે. જે માતા પિતાના બાળકના માથા પર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ભમરો બને છે તેમનું આવનારો બાળક છોકરો હોઈ શકે છે.

જે બાળકોના માથા પર બે ભમરા હોય છે તેવા બાળકો ખૂબ જ મસ્તીખોર હોય છે અને ખૂબ જ વધારે જીદ્દી પણ હોય છે. તેમનો પગ એક જગ્યાએ ટકી શકતો નથી. આપણા વડીલો આ બાબતને ખૂબ જ માનતા હતા. અને જે બિલકુલ ખોટું નથી. એટલા માટે આજ સુધી આપણે તેમની વાતોને માનીએ પણ છીએ. આપણામાંથી પણ ઘણાના બાળકોને આ બાબતો લાગુ પડતી હશે. તમારા બાળકના માથા પર પણ આવો ભમરો હોય તો અવશ્ય જણાવજો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *