હિન્દુ સંસ્કૃતિમાં વ્રત અને ઉપવાસ કરવાનું એક ધાર્મિક મહત્વ છે. વ્રત કરવાથી તન અને મનની શુદ્ધિ થાય છે. આધ્યાત્મિક સુખ અને શાંતિ મળે છે. વ્રત એક સંકલ્પ હોય છે અને તમારા આધ્યાત્મિક દેવ સાથે જોડાવા માટેનું એક માધ્યમ છે. આપણી સંસ્કૃતિમાં મહિલાઓ અને કન્યાઓને દેવીનું રૂપ આપવામાં આવ્યું છે. મહિલાઓ પોતાની ઈચ્છાથી વ્રત અને ઉપવાસ રાખે છે જેનાથી તેનું સસુરાલ અને માયકામાં શું અને સમૃદ્ધિ બની રહે. શ્રીકૃષ્ણના અનુસાર કેટલાક વ્રત મહિલાએ કરવા જોઈએ જેનાથી તેના ઘરમાં સુખ સમૃદ્ધિ અને ગરીબી દૂર ભાગે છે.
1. સોળ સોમવારનું વ્રત
આ વ્રત કોઈ બી કરી શકે છે પરંતુ વિશેષ રૂપથી કુવારી છોકરીઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે. કુવારી કન્યાઓ શિવજી જેવો પતિ પામવા માટે આ વ્રત કરે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિની સૌભાગ્યની કામના માટે આ વ્રત કરે છે. મહિલાઓએ પોતાના જીવનકાળમાં આ વ્રત અવશ્યથી કરવું જોઈએ.
2. હરી તાલી કા વ્રત
ભારતના અનેક જગ્યાએ આ વ્રતો કરવાની પરંપરા છે. ભાદરવા મહિનાની શુકલતીર્થના ત્રીજના દિવસે આ વ્રત કરવામાં આવે છે. આ વ્રતમાં શિવ પાર્વતી ની ઉપાસના કરવામાં આવે છે.
3. વટ સાવિત્રીનું વ્રત
પ્રાચીન કાળથી સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિની સ્વાસ્થ્યની સારી કામના માટે આ વ્રત કરે છે.આ વ્રત સાથે સાવિત્રી ની કથા જોડાયેલી છે. તે દિવસે જ આ કથા વાંચવામાં આવે છે. સાવિત્રી એ તેના પતિના પ્રાણ યમરાજ સાથે લડીને પાછા લાવી હતી. ત્યાં વ્રતનું અનેરૂ મહત્વ છે.
4. કડવા ચોથનું વ્રત
આ વ્રત સંપૂર્ણ ભારતની મહિલાઓ કરે છે. પતિ કુશાલ રહે એ ભાવનાની સાથે આ વ્રત કરવામાં આવે છે. પોતાના પતિને લાંબું સ્વાસ્થ્ય મળે તે માટે સ્ત્રીઓ આખો દિવસ ભૂખ્યા અને તરસા રહે છે. અને રાત્રે પતિની અને ચંદ્રમાની પૂજા કરીને જ ખાય છે.
5. વૈભવ લક્ષ્મી વ્રત
પોતાના પતિની દરેક વસ્તુઓમાં પ્રગતિ થાય અને દરેક કામમાં સફળ રહે તે માટે આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. માની કૃપા પોતાના પરિવાર પર બની રહે એવી પ્રાર્થના કરવામાં આવે છે