કાગડાને યમદૂત માનવામાં આવે છે. તેના સાથે જોડાયેલા વધારે સંકેતો તો અશુભ જ માનવામાં આવે છે. અશુભ માનવા વાળો કાગડાના સંકેત પણ તમને લાભદાયી હોય છે. આજે આપણે આ 4 સંકેતોની માહિતી મેળવીશું.
શકુંનશાસ્ત્રમાં કાગડા વિશે રોચક જાણકારીઓ લખેલી છે. તેના સાથે જોડાયેલા શુભ અને અશુભ સંકેતો વિશે જણાવેલું છે.
1. બહાર જતી વખતે કાગડાનું દેખાવું
જો તમે લાંબી મુસાફરી માટે બહાર નીકળતા હો અને તમારા આંગણા કે છત પર કાગડો આવીને બેસી જાય અને જોર જોરથી બોલવા લાગે તો તમારે સમજી જવું કે તમારી યાત્રા સફળ થશે. તમારા ઘરની બહાર નીકળતા અને કાગડાનો આવીને જોર જોરથી તે બોલવું એ વાતનું પ્રતીક છે કે એ કામમાં જરૂર સફળ થશે.
શકુંનશાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે તમારા બહાર નીકળતી વખતે કાગડો જો તમારી મોઢા સામે આવીને બેસે અને બોલે તમારા કોઈ જુના મિત્ર સાથે ભેટ થવાના સંકેત છે. જો તમે કોઈ નોકરીના ઇન્ટરવ્યૂ માટે જતા હોય અને કાગડો તમારી સામે આવીને બેસીને બોલે અને પશ્ચિમ દિશામાં ઉડી જાય સમજી જવું કે નોકરી તમને જ મળશે.
2. કાગડાની માટી ખોદવી
કાગડો હંમેશા ઝાડ ઉપર બેસીને જોર જોરથી બોલે છે અથવા કોઈ વસ્તુ પર પોતાની ચાંચ મારતો હોય છે પરંતુ તેનાથી વિપરીત જો કાગડો કોઈ જમીન ખોદતો દેખાય તો સમજી જવું કે જલ્દી તમારું ભાગ્ય બદલવાનું છે. એ વાતનું પ્રતિક હોય છે કે લક્ષ્મીજી તમારા પર મહેરબાન હોય છે.જો કાગડો તેના મોઢામાં અનાજ, ભીની માટી, ફૂલ લઈને આવે તો એ અચાનક ધન પ્રાપ્તિના સંકેત છે.
3. રોટલી ખાતો કાગડો
જો તમારા આગાસી પર રોટલી નાખો અને કાગડો ખાઈ જાય તો એ વાતના સંકેત છે કે તમને ધન લાભ થઈ શકે છે. અથવા કોઈ મોટી સફળતા મળવાની છે. કાગડાનો રોટલી ખાવી એ વાતના સંકેત છે કે પૂર્વજો તમારે સાથે સંતુષ્ટ છે. અને પિતૃદોષ નાશ થવાના છે.
4. કાગડાની ઈંડું આપવું
કાગડા હંમેશા ઘરોથી દૂર ઊંચા ઝાડ પર પોતાનો માળો બનાવે છે. પરંતુ જો તમારા ઘર ઉપર તે માળો બનાવે અને ત્યાં જ ઈંડા આપે તો એ બહુ શુભ સંકેત માનવામાં આવે છે. અને તમારા ઘરે બહુ જલદી ખુશખબરી આવવાની છે.