દિવાળીની રાતે ઘરના દરવાજા ખુલ્લા કેમ રાખવામાં આવે છે

Astrology

ઘણા લોકોથી તમે સાંભળ્યું હશે કે દિવાળીની રાતે ઘરના દરવાજા ખુલ્લા છોડી દેવામાં આવવા જોઈએ. પરંતુ આજકાલના લોકો આ સાંભળીને એવું કહે છે કે ચોર ઘરમાં ઘૂસી જશે. પરંતુ અમુક ગામડામાં આજ પણ આ પરંપરા ચાલુ છે. પાછળનું શું કારણ છે આજે તમને જણાવીશું.

આ પાછળનું કારણ એક પૌરાણિક કથામાં છુપાયેલું છે. કારતક માસની અમાવસ્યાની દિવસે દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે નો દરેક ખૂણો દીપકના જ્યોતથી અજવાળી થયેલો હોય છે. કલા લોકો અલગ અલગ પ્રકારની લાઇટો અને કેન્ડલ લગાવી છે. પ્રાચીન કાળમાં પણ આ રીતે દિવાળી મનાવવામાં આવતી હતી. એક દિવસમાં લક્ષ્મીને થયું કે હું એ ધરતી પર જઈને જોવું કે કેવી રીતે દિવાળી મનાવે છે. આવો વિચાર કરીને તે અડધી રાત્રે ધરતી પર આવે છે તેમને જોયું કે ઘરની બહાર દીવા તો સળગે છે પરંતુ કોઈ પણ ઘરનો દરવાજો ખુલ્લો નથી.

એમને તો માર્ગ ફરીને જોઈ લીધો. ફક્ત એક ઘરડી ડોશીમા ના ઘરનો દરવાજો ખુલ્લો હતો જેમાં તે કંઈ કામ કરી રહી હતી ત્યાં લક્ષ્મી માતા એક સાધના સ્ત્રીના રૂપમાં વેશ બદલીને તે ઘરમાં ગયા. અને તેમને ગરડી ડોશીમાને કહ્યું કે માતાજી હું અહીં આખી રાત વિશ્રામ કરવા માગું છું. હું અંધારી રાતે રસ્તો ભૂલી ગઈ છું તેથી મને થોડી જગ્યા આપો. આ સાંભળીને ઘરડી ડોશીમાએ કહ્યું કે બેટા તું થોડું કંઈક ખાઈ લે આજે દિવાળીનો તહેવાર છે. અને ખાઈ પીને આરામ કરો હું થોડું કામ પતાવી દઉં છું. પછી માતા લક્ષ્મી આરામ કરવા લાગી ત્યારે ઘરડા ડોશીમા કામ કરવા લાગ્યા. કામ પતાવીને જ્યારે ઘરડી ડોશીમાં સુવા લાગી ત્યારે માતા લક્ષ્મી ઊભા થઈને ચાલવા લાગ્યા. એ ફક્ત એ જોવા માટે આવ્યા હતા કે ભક્ત તેમની સાથે કેવો વ્યવહાર કરે છે. જ્યારે ઘરડા ડોશીમાં સવારે ઉઠા તો તેમને જોયું કે તેમનું ઘર એક મહેલમાં પરિવર્તિત થઈ ગયું છે.

એના ઘરમાં નોકર ચાકર આવી ગયા છે અને તેને સારા વસ્ત્રો પહેરે છે. આ જોઈને તેને ખ્યાલ આવી ગયો કે રાત્રે રોકાયેલી સ્ત્રી કોઈ સાધારણ સ્ત્રી ન હતી. પરંતુ સ્વયં લક્ષ્મીમાં હતા. ઘરડા ડોશીમા તેમને મનમાં અને મનમાં યાદ કર્યા અને ગામવાળા ને પુરી વાર્તા કીધી. શરૂઆતમાં ગામ વાળા ને વિશ્વાસ ન આવે પરંતુ ઘરડા ડોશીમા ને જોઈને તેમને ખ્યાલ આવી ગયો. ત્યાર પછી પુરા ગામમાં જ નહિ પરંતુ દેશભરમાં એવી માન્યતા થઈ ગઈ કે એ દિવસે દરવાજો ખુલ્લો રાખવાથી મા લક્ષ્મી સ્વયમ તમારા ઘરમાં આવે છે. ખ્યાલ આવે છે કે કયો ભક્ત તેમની ઉપાસના કરે છે.

દિવાળીના દિવસે માતાજીનો કોઈ પાઠ કરે છે તો માતાજીની કૃપા તેના પર હંમેશા રહે છે. અને મા લક્ષ્મી તેના ઘરમાં વાસ કરે છે અને તેના ઘરમાં કદી સંપતિ ની કમી આવતી નથી. ઘરમાં તમે કોઈપણ દરવાજો બનાવો તો એ વસ્તુનું ધ્યાન રાખો કે તેને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવો. શહેરોમાં ફક્ત એક જ દરવાજો રાખવામાં આવે છે એ ઠીક નથી. દરવાજો હંમેશા બે સાઈડવાળો હોવો જોઈએ. ઘરમાં બે કરતાં વધારે દરવાજા હોય તો તે શુભ માનવામાં આવતું નથી. મુખ્ય પ્રવેશ દ્વાર એક જ હોવું જોઈએ. દરવાજા આગળની જગ્યા સાફ સુધરી હોવી જોઈએ. દરવાજા ની સામે કોઈ પણ થાંભલો ન હોવો જોઈએ. અને દરવાજો હંમેશા અંદરની સાઈડ ખોલવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *