મહિલાઓ પૈસા ખર્ચી લાફા ખાઈ રહી છે ગ્લોઈંગ સ્કિન માટે, જાણો આ સ્લેપ થેરપી વિષે..

Health

 

આ થેરપી લેવાથી બ્લડ સર્કયુલેશન ઘણું સારું થાય છે. અમેરિકા અને દક્ષિણ કોરિયામાં આ થેરપીનું ચલણ વધારે છે.

તમે અત્યાર સુધી ઘણી થેરપી વિશે સાંભળ્યું હશે પરંતુ કોરિયાની આ સ્લેપ થેરપી જરાક જુદી જ છે. આ થેરપીમાં સુંદરતા જાળવી રાખવા મહિલાઓ પોતાના ગાલ પર લાફો ખાય છે. જો તમે ઘરેલુ ઉપચાર અને કોસ્મેટિક સારવારથી કંટાળી ગયા છો તો તમારે આ કોરિયન થેરપી વિશે જાણવું જોઈએ.

સ્લેપ થેરપી:
આ થેરપીથી મહિલાઓનો ચહેરો ખીલી ઉઠે છે અને તેના માટે તેમના ગાલ પર લાફા મારવામાં આવે છે. આ થેરપી લેવાથી બ્લડ સર્કયુલેશન સારા પ્રમાણમાં થાય છે. આ થેરાપીમાં માંસપેશીઓને આરામ મળે છે, સ્કિન ખીલી ઉઠે છે. તેને કારણે ત્વચા શ્વાસ લઈ શકે છે અને સુંદર બની રહે છે.

આ થેરપી યોગ્ય રીતે લેવાય તે બહુ જ જરૂરી છે. ખોટી રીતે થેરપી લેવાથી ભારે નુકસાન થઈ શકે છે. તેથી એક્સપર્ટ પાસે જ આ થેરપી કરાવવી પડે એ જરૂરી છે.

આ થેરપીની કમાલ સમજો
ક્રીમ અને સીરમ લગાવી સ્લેપ થેરપી હળવા હાથે અપાય છે, જેથી ક્રીમ ત્વચામાં શોષાઈ શકે. આ થેરપી લેવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે. બ્લડ સર્ક્યુલેશન રહેવાથી ત્વચા ખીલી ઉઠે છે. તેથી ચહેરો યંગ અને સુંદર લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *