શું તમે મુસાફરી દરમિયાન ઊલટી અને ગભરામણથી ડરો છો!! તો અપનાવો આ 5 ટિપ્સ..

Health

ભૂખ્યા પેટે ના કરવો જોઈએ પ્રવાસ. પાછલી સીટ પર બેસવું નહીં.  અત્યારે મોશન સિકનેસની તકલીફ ઘણી કોમન છે. ઘણા લોકોને પ્રવાસમાં ઊલટી કે ઉબકાની તકલીફ જોવા મળે છે. આમ તો મોશન સિકનેસ કોઈ મોટી વાત નથી, પણ કોઈ જરૂરી કામ કરતા હોય ત્યારે મૂડ બગાડી જાય છે.

શું આ કોઈ બીમારી છે?
મોશન સિકનેસ કોઈ મોટી બીમારી નથી. ઘણા લોકોને મુસાફરી દરમિયાન આ તકલીફ થાય છે કારણકે તે સમયે નાક, કાન, ત્વચા અને આંખને જુદા-જુદા સિગ્નલો મળે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ સિગ્નલ મળતાની સાથે જ નર્વસ સિસ્ટમ ચાલુ થઈ જાય છે. તેનાથી મગજ ઝડપથી કઈ સમજી શકતું નથી અને મોશન સિકનેસના લક્ષણો સામે આવે છે.

મોશન સિકનેસના લક્ષણ:
ઊલટી અને ગભરામણ સિવાય મોશન સિકનેસના ઘણા લક્ષણો હોય છે, જેમ કે..
પીળી સ્કિન
ઠંડો પરસેવો આવવો
ચક્કર આવવા​​​​​​
મોઢામાં લાળ આવવી
શ્વાસ લેવામાં તકલીફ પડવી
માથામાં દુખાવો થવો
વધુ ઊંઘ આવવી
વધુ થાક લાગવો

મોશન સિકનેસ કેટલું કોમન છે?
કોઈ પણ વ્યક્તિને મોશન સિકનેસ થાય તે એક સામાન્ય વાત છે. આ બસ, ટ્રેન, કારથી લઈને ફ્લાઈટ અને શિપમાં મુસાફરી કરતી વખતે આ તકલીફ થઈ શકે છે. અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થના જણાવ્યા મુજબ, દર ૩ માંથી એક વ્યક્તિને મોશન સિકનેસની તકલીફ હોય છે. મહિલાઓને પુરુષોની સરખામણીએ વધારે આ તકલીફ થાય છે. મોટાભાગે પ્રેગ્નન્સી અને પીરિયડ દરમિયાન વધારે જોવા મળે છે.
જે લોકો માઈગ્રેનના દર્દી હોય છે, તેમને પણ આ તકલીફની સંભાવના હોય છે. સાથે જ મોશન સિકનેસ દરમિયાન માઈગ્રેનની શક્યતા પણ વધી જાય છે. મોશન સિકનેસ ૩ થી ૧૨ વર્ષના બાળકોમાં આ તકલીફ સામાન્ય હોય છે. મોટા થતા જ આ તકલીફ ઓછી થતી જાય છે.

મોશન સિકનેસ દૂર કરવાની ટિપ્સ:

ભૂખ્યા પેટે મુસાફરી ના કરાવી: સફર કરતી પહેલાં કઈ ના ખાવાથી ઊલટી થઈ શકે છે. ચક્કર પણ આવી શકે છે. હંમેશાં પેટ ભરીને જ ટ્રાવેલ કરવું જોઈએ.

પાછલી સીટ પર ના બેસવું જોઈએ: બસ જેવા વાહનમાં પાછળની સીટ પર બેસવાથી સ્પીડ વધારે લાગે છે. તે મોશન સિકનેસનું કારણ બની શકે છે.

ભીડથી બચવું:ભીડવાળી જગ્યામાં વ્હીકલમાં મુસાફરી કરવાથી તમને ગભરામણ થઈ શકે છે. મુસાફરી દરમિયાન બુક વાંચવી ના જોઈએ: સફર દરમિયાન કઈ પણ વાંચવાથી મનમાં કન્ફયુઝન ઉભું થઈ શકે છે. તેનાથી આ તકલીફ થઈ શકે છે.

લવિંગ, લીંબુ અને તુલસી સાથે રાખો: ઉલટી અને ગભરામણથી બચવા માટે લવિંગ મોમાં રાખવું. તુલસીના પાન ચાવવાથી ફાયદો થાય છે. એક બોટલમાં લીંબુ અને ફુદીનાનું પાણી સાથે રાખવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *