આવી આંગળી વાળી મહિલાઓ, લગ્નની સાથે જ પતિના જીવન માં સમસ્યાઓ લાવે છે. પતિને કરી દે છે કંગાળ.

Astrology

આપણે ત્યાં વાસ્તુ શાસ્ત્ર, સમુદ્ર શાસ્ત્ર, જયોતિષ શાસ્ત્ર, નીતિ શાસ્ત્રમાં જીવનને ખરા અર્થમાં જાણવાનો સચોટ પથ દર્શાવ્યો છે. સમુદ્ર શાસ્ત્રમાં વ્યક્તિની હસ્તરેખ અને તેના હાથની રચના પરથી જાણી શકાય છે કે તે અમીર બનશે કે ગરીબ. હાથની આંગળીઓને અને દેવી લક્ષ્મીને સંબંધ છે. જો હાથની આંગળીઓ નાની હશે તો ઘરમાં દરિદ્રતા આવે છે. ખાસ કરીને સ્ત્રીની આંગળી જો ટૂંકી હોય તો અચૂક દરિદ્રતા વેંઠવી પડે છે. અલબત્ત સ્ત્રીનું હમેંશા સન્માન જ કરવું જોઈએ. પણ પત્ની તરીકે જો આવી સ્ત્રી હોય તો પણ તેનો ખુબ જ આદર કરવો જોઈએ. જો આવું ઘરમાં થયું હોય તો દરિદ્રતા નિવારવા માટે ચોક્કસ વિધિ વિધાન કે મંત્રો કરવા જોઈએ. સાથોસાથ મહેનત પણ વધારવી જોઈએ. કુનેહથી કામ લેવું જોઈએ.

જો કે આજે અહિંયા વાત છે સામુદ્રિક શાસ્ત્રની, જેમાં શરીરના દેખાવ કે અંગો પરથી વ્યક્તિના ભાગ્યને સ્વભાવને વ્યક્તિને ઓળખવાની ગુરુ ચાવી આપવામાં આવેલી છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર યુવતીની આંગળીઓ પરથી તેના લગ્ન સંબંધિત ફળ કથન કરી શકાય છે.
આ શાસ્ત્રમાં યુવતીઓ સંબંધિત ખાસ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કન્યાના હાથની આંગળી પરથી તેનું લગ્નજીવન કેવું રહેશે તેની જાણકારી આપવામાં આવી છે. તો જાણી લો તમે પણ કે કેવા લક્ષણો ધરાવતી કન્યા તેના પતિનો ભાગ્યોદય કરી શકે છે.

જે યુવતીઓની આંગળીઓ લાંબી હોય છે તેઓ ભાગ્યશાળી હોય છે અને તેના પતિ માટે પણ તે ભાગ્યશાળી સાબિત થાય છે. નાની આંગળીઓવાળી યુવતીઓ ખુબ જ ખર્ચાળ હોય છે.
એટલે કે લગ્ન પછી તેનો પતિ બચત કરી શકતો નથી. યુવતીની હથેળીના પાછળના ભાગ પર વાળ હોય તે સારું લક્ષણ નથી. આવી કન્યાઓને તેમના જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેની આંગળીનો આગળનો ભાગ પાતળો હોય અને બધા જ ટેરવા સમાન હોય તો તેને સારું વૈવાહિક જીવન પ્રાપ્ત થાય છે.
જે કન્યા પોતાની બે આંગળી એકબીજાને અડાડે ત્યારે જો વચ્ચે જગ્યા રહેતી હોય તો તેમને પણ જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી આંગળીઓ વાળી મહિલાઓ થઈ હંમેશા દૂર રહેવાનો પ્રયાસ કરવો. જેથી કરી ને તમારી જિંદગી પણ ખુબજ સારી રીતે વીતે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *