કાગડા પાસેથી શીખી લો બસ આ 1 કામ, પત્ની હંમેશા સંતુષ્ટ રહેશે

Astrology

મિત્રો, ચાણક્ય નીતિમાં ચાણક્યએ કહ્યું છે કે દરેક વ્યક્તિએ કાગડા પાસેથી આ પાંચ વસ્તુઓ અવશ્ય શીખવી જોઈએ. પહેલા નંબરમાં ચાણક્યએ કહ્યું છે દરેક વ્યક્તિએ કાગડાની જેમ દરેક બાજુ દ્રષ્ટિ રાખવી જોઈએ. કાગડો પોતાની આંખોથી ચારે બાજુ પોતાની નજર બનાવેલી લાગે છે જેથી કોઈ તેને નુકસાન ન પહોંચાડે. આ રીતે કાગડો પોતાની રક્ષા કરે છે અને પોતાના માટે યોગ્ય સમયે શોધે છે. એવી જ રીતે આપણે પણ જાણવું જોઈએ કે અત્યારે આપણા જીવનની પરિસ્થિતિ કેવી છે? અત્યારે આપણે જીવનના કયા સ્ટેજમાં છીએ અને આપણી પાસે કયા કયા મોકા છે આ બધી જ વાતો પર આપણે આપણી નજર રાખવી જોઈએ.

કાગડો સ્વભાવથી ખૂબ જ નીડર હોય છે. તેનું કારણ એ છે કે તે પોતાની જાતને સતર્ક રાખે છે. ચાણક્ય કહે છે કે કાગડાની જેમ આપણે પોતાની જાતને પણ સતર્ક કરી લઈએ અને પોતાને મજબૂત બનાવી લઈએ તો આપણને પણ કોઈપણ વાતનો ડર રહેશે નહીં. જો તમે અંદરથી મજબૂત બની જશો તો તમને કોઈપણ બહારની શક્તિ નુકસાન નહીં પહોંચાડી શકે. ચાણક્ય કહે છે કે કાગડો હંમેશા ઉપયોગી ચીજ વસ્તુઓને ભેગી કરતો રહી છે. અને તેનો ઉપયોગ તે તેના કઠિન સમયમાં કરે છે. મનુષ્યએ પણ પોતાની બહુમૂલ્ય ચીજ વસ્તુઓને સંચય કરીને રાખવો જોઈએ. કારણ કે તમે સંચય કરેલી ચીજ વસ્તુઓ જ તમારી સાચી મૂડી હોય છે.

જે તે કાગડો એકાંત વધુ પસંદ કરે છે તેવી રીતે મનુષ્યએ પણ પોતાની પત્ની સાથે એકાંતમાં સમય વિતાવવો જોઈએ. તેનાથી પતિ-પત્ની વચ્ચેના સંબંધો ગાઢ બનશે અને પત્ની તમારાથી હંમેશા સંતુષ્ટ રહેશે કારણ કે પત્નીને તમારે પાસેથી અન્ય કંઈ જ વસ્તુ જોઈતી નથી હોતી. પત્ની ને ફક્ત પતિ થોડો સમય આપે એટલી જ ઈચ્છા હોય છે. ઘણા પુરુષો પત્ની માટે સમય નથી આપી શકતા અને પતિ પત્ની વચ્ચે મોટી સમસ્યાઓ ઊભી થાય છે. આચાર્ય ચાણક્ય કહે છે કે કાગડો જલ્દી કોઈના પર વિશ્વાસ કરતો નથી. તેવી જ રીતે કોઈ પણ મનુષ્ય ખૂબ જ જલ્દી કોઈના પર વિશ્વાસ કરી દેવો જોઈએ નહીં. વિશ્વાસ એવી વ્યક્તિ પર જ કરવો જોઈએ જે તમે સારી રીતે જાણો છો. એટલા માટે કોઈપણ વ્યક્તિ પર વિશ્વાસ કરતા પહેલા સારી રીતે વિચારી લેવું જોઈએ. ચાણક્યજી અનુસાર આ પાંચ વાતો તમારે અને મારે કાગડા પાસેથી શીખવા જેવી છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *